By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    9 hours ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    1 day ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: મન, કર્મ, વચનના ત્રિકૂટનું નામ છે ભજન
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ધર્મ

મન, કર્મ, વચનના ત્રિકૂટનું નામ છે ભજન

Last updated: 2025/01/02 at 1:48 AM
1 year ago
Share
મન, કર્મ, વચનના ત્રિકૂટનું નામ છે ભજન
SHARE

ભજન છે શું? એ ગવાય પણ, લખાય પણ, કરાય પણ, જીવાય પણ, જોવાય પણ. ખુલ્લી આંખોએ, બંધ આંખોએ, અનેક વિદ્યામાં પ્રવેશ કરતું આ પરમ તત્ત્વની જોડે બેસનારું આ તત્ત્વ કોણ છે, શું છે? એના માટે આપણા સમર્થ ભજનિકોએ અનુભવમાંથી વાણી ઉચ્ચારી અને ગાઈને, સાંભળીને, આપણા માહ્યલાને વધારે પવિત્ર કરી રહ્યા છીએ. કોઈપણ વસ્તુને સમજવાની કળ હોય છે, ચાવી હોય છે, `રામચરિતમાનસ’માં `જુગતિ’ શબ્દ છે. હનુમાનજીએ વિભીષણને પૂછ્યું જાનકી ક્યાં છે? જાનકી એટલે જીવતું ભજન. હનુમાનજીએ પૂછ્યું, તું મને બતાવીશ કે સીતા ક્યાં છે? ત્યાં તુલસીએ `જુગતિ’ શબ્દબ્રહ્મનો પ્રયોગ કર્યો. ભજનની જુગતિ હનુમાન જેવા અગિયારમા રુદ્રને એક રાક્ષસ બતાવે છે. એટલે આ કોઈનો ઈજારો નથી કે ભજનની જુગતિ અમે જ બતાવીએ! અમે જ બતાવી શકીએ! ત્યાં વર્ણ, નાત, જાત, દેશ, કાળ, કોઈ ભેદ નથી; તેથી હનુમાનજી જુગતિ વિભીષણને પૂછે અને વિભીષણ એની જુગતિ બતાવે અને હનુમાનજી સ્વીકારે અને પછી સીતાતત્ત્વ સુધી પહોંચે.

તો આ ભજન શું છે? ગુરુકૃપાથી જેટલું જાણ્યું હોય, તલગાજરડી આંખોથી જેટલું જોયું હોય અને હનુમાનજીની કૃપાથી જીવવાનો પ્રામાણિક પ્રયાસ કર્યો હોય એના આધારે હું એટલું જ કહીશ કે આપણે ત્યાં ત્રણ શબ્દ વપરાય છે- `મનસા, વાચા, કર્મણા’; ભજન ક્ષેત્રમાં કોણ ખેલી શકે? આ ગગનગઢમાં કોણ રમી શકે? એક વસ્તુ સમજી લઈએ. ભજનના ક્ષેત્રમાં અભયપદ તો છેલ્લે છે. પહેલાં તો બીવાનું જ હોય છે. સીધા અભય થઈને ભજનનું પહેલું પગથિયું પણ ન ચડાય. પહેલું પગથિયું તો થથરાવી મૂકે, બિવડાવે, હૈયું કાંપે, આ માર્ગમાં પગ મૂકે કે ન મૂકું? અનેક વખત પાછી પાની કરાવી દે! ભજનની શરૂઆત તો કંપારી છોડાવે! છેલ્લે અભયપદ મળે; નિર્ભયપદ, અભયપદ, જે આપણને ત્યાં આવે છે. કેટલી બાધાઓ આવે છે! મન, વચન અને કર્મના ત્રિકૂટનું નામ છે ભજન. એ છે ત્રિવેણી તીર્થ ભજનનું.

મનમાં હું ને તમે એવું શું લાવીએ કે ભજન શરૂ થાય? એવું કેવું મન હોય? મને જે થોડું સમજાયું એ શેર કરું છું કે વિકલ્પ વગરનો મનનો સંકલ્પ એ ભજનનો આરંભ છે. જેના મનમાં અનેક વિકલ્પ હોય, એ ભજનના માર્ગનો પથિક થઈ શકે નહીં. પહેલાં બીક લાગે, એટલે વિકલ્પો શરૂ થાય કે આ તો ન કરાય. આપણને કેટલા લોકો મેણાં મારે! પ્રહાર કરતાં ઘણા પરિબળો એ મારા અને તમારા ભજનના સંકલ્પોમાં વિકલ્પો પેદા કરે કે આના કરતાં તો આમ કર્યું હોત તો સારું હતું! જે વ્યક્તિનું મન વિકલ્પમુક્ત સંકલ્પોને માર્ગ પકડશે એ ભજનમાં પ્રવેશ કરશે.

ભજનનો મધ્ય ભાગ એટલે વચનમાં વિશ્વાસ. જેને ગુરુના વચનમાં વિશ્વાસ હોય. આ ભજન પ્રદેશનો કોઈ સમ્રાટ હોય તો તે ગુરુ છે. એનું શહેનશાહ તત્ત્વ કોઈ હોય તો એ ગુરુતત્ત્વ છે. એના વચનમાં વિશ્વાસ એ ભજનનો મધ્ય ભાગ છે. સદ્ગુરુના વચનમાં પૂરેપૂરો વિશ્વાસ જાગે ત્યારે સમજવાનું કે આપણે `મદ્યોમધ નિરખ્યા મુરારિ.’ સવો બાપો કહે છે. મધ્ય ભાગ ભજનનો આ છે. જેમને સદ્ગુરુ વચન અથવા એની વાણી પર વિશ્વાસ ન હોય, એણે આ માર્ગમાં આવવું જ નહીં. હું કોઈપણ જગ્યાએ જાઉં એટલે મને એટલી ખબર તો હોવી જ જોઈએ કે મારું બેસવાનું ક્યાં છે? હું કોઈ દિવસ ખોટી જગ્યાએ બેઠો હોંઉ એવો દાખલો નથી. હું પહેલાં જોઈ લઉં કે કોઈ આપણને ઉઠાડે એવી જગ્યાએ બેસાઈ નથી ગયું ને? ભજનનું એવું છે, તમને ખબર પડે કે બેસાય ક્યાં? કોઈ આપણને ઉઠાડી તો નહીં મૂકે ને? એ શક્તિ આવે છે બુદ્ધપુરુષના વચનના વિશ્વાસથી. આ બીજી કળ છે.

ભજનનો મધ્યભાગ છે એ તો ગુરુ વચન પર વિશ્વાસનો માર્ગ છે, આપણી પાસે હકારાત્મક ચિંતન જ નથી! બધું નકારાત્મક જ છે. આચાર્યોએ નકારાત્મક ચર્ચા કરી છે. સદ્ગુરુઓએ નકારાત્મક ચર્ચા નથી કરી. આચાર્ય કરતાં સદ્ગુરુ બહુ જ ઊંચો છે. અને તેથી જ ઉપનિષદ પણ સદ્ગુરુને આંબી નથી શકયા. એટલે `માતૃદેવો ભવ’, `પિતૃદેવો ભવ’, `આચાર્યદેવો ભવ’, પછી અટક્યા. `અતિથિદેવો ભવ’ કરીને પૂરું કરી નાખ્યું! કારણ કે એને ખબર છે. આચાર્ય અને ગુરુ એક નથી. તુલસીદાસજીએ આખો માયાવાદ શંકરાચાર્યજીમાંથી લીધો, પણ શંકરાચાર્ય આચાર્ય છે અને તુલસી સંત છે. આચાર્યમાં નકારાત્મક્તા આવે છે. આ માયા છે, આ જૂઠ છે, આ પ્રપંચ છે, આ કરવા જેવું નથી! અને તુલસીદાસ સંત છે એટલે કહેછે, ભજન કરોને, એટલે ન કરવા જેવું આપોઆપ જતું રહેશે. ધક્કા ન મારો! એટલે કર્મણા એ ભજનનો અંતિમ પડાવ છે. એમાં નકારાત્મક ચિંતા ન થવી જોઈએ. મેકરણદાદાએ હકારાત્મક વાતો કરી છે. આપણે ત્યાં બધું નકારાત્મક! નકારાત્મક વૃત્તિ નીકળી જવી જોઈએ. હકારાત્મક વિચાર, આપણું કર્મ! ત્યારે ભજનનો એક પિંડ બંધાય છે. એમાંથી પછી કંઈક એવો આકાર સર્જાય છે કે જે આકારમાં હરિને પણ એકાકાર થવાની ઈચ્છા ઉત્પન્ન થતી હોય છે. એવું આ ભજન.

હું કહ્યા કરું કે હનુમાનજી લંકામાં ગયા ત્યારે લંકાવાળા તરફથી વિઘ્નો કંઈ આવ્યા જ નથી. એક લંકિની હતી, એ તો ડ્યૂટી પર હતી. એ કંઈ વિઘ્ન ન કહેવાય. આપણે એરપોર્ટમાં ઊતરીએ ને આપણું કસ્ટમ ચેકિંગ થાય, એ કંઈ આપણો વિરોધ નથી કરતો. એ એની ડ્યૂટી છે. જે કંઈ વિઘ્નો આવ્યાં એ રાવણે લંકામાંથી મોકલ્યા જ નથી, આકાશના દેવતાઓએ જ મોકલ્યા! એમ ભજનમાં જે વિઘ્નો આવે છે એ દુરાચારીઓ નથી આપતાં, ક્યારેક-ક્યારેક કહેવાતા તથાકથિત એવા આસુરી તત્ત્વો જ વિઘ્નો કરતા હોય છે! અને એવાં વિઘ્નોના સમયે સાધકે આગળ વધતાં રહેવું, ભજન ગાતા રહેવું, ભજન લખતાં રહેવું અને કાંઈ ન આવડે તો ભજન સાંભળતા રહેવું. `ભજન’નું રોકડું પરિણામ આવે. યોગનું પરિણામ પછીથી આવે; એ આવે કે ન આવે, કેટલાયે યોગીઓ ભ્રષ્ટ થતા હોય છે. ભજન તો એ જ પળે આપણને આનંદ આપે. આપણું માથું ડોલી જાય, આપણો માંહ્યલો ઝૂમી જાય. કૃષ્ણમૂર્તિના શબ્દોમાં કહું તો `પાથલેસ પાથ’, માર્ગમુક્ત માર્ગ, એનું નામ છે ભજન અને બીજી બધી સાધનોને સંપ્રદાય હોય, પણ ભજન કાયમ બિનસાંપ્રદાયિક હોય છે. એને કોઈ સંપ્રદાય હોતો નથી.

You Might Also Like

 સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ

દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું

પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ

*  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.

 “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાતમાં ધો.૧૦માં માતૃભાષાના પેપરમાં જ વ્યાકરણ સહિત  ૫૦થી વધારે ક્ષતિઓ
ગુજરાત

ગુજરાતમાં ધો.૧૦માં માતૃભાષાના પેપરમાં જ વ્યાકરણ સહિત  ૫૦થી વધારે ક્ષતિઓ

Editor By Editor 1 day ago
 વેરાવળના સુપાસીમાં ચાલતા ગેરકાયદેસર ગેસ રિફીલિંગ નેટવર્કનો પર્દાફાશ
 સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
‘ખબર રાજકોટ ની’ પખવાડિક માધ્યમના સંચાલકોને ઉઠાવી પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો
ગાંધીનગર ગિફ્ટ સિટી બનશે વર્લ્ડ ક્લાસ લાઈફસ્ટાઈલ ડેસ્ટિનેશન
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?