- સમારોહમાં તાલુકા તેમજ જિલ્લાના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા
- પરિવહન સેવાથી વંચિત ન રહે તે પ્રકારે અસરકારક કામગીરી કરવામાં આવી
- ST વિભાગના અધિકારી-કર્મચારીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા
થાનગઢ ખાતે ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમ દ્વારા રૂ.1.69 કરોડના ખર્ચે નવનિર્મિત થાન એસ.ટી.બસ સ્ટેશનનું શુક્રવારના રોજ લોકાર્પણ થાન, ચોટીલા અને મૂળી વિસ્તારના ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણે જણાવ્યું કે નવા એસ.ટી. બસ સ્ટેશનથી થાન તાલુકાના નાગરિકોની દૈનિક પરિવહનની સુવિધામાં વધારો થશે. જૂના બસ સ્ટોપના સ્થાને જ વિશાળ, અનેકવિધ સુવિધાયુક્ત અદ્યતન બસ સ્ટેશન નિર્માણ પામ્યું છે. જેમાં ગુજરાત એસટી નિગમ દ્વારા રાજ્યના તમામ શહેરો અને અંતરિયાળ ગામોને પરિવહન સેવાથી જોડી કોઈપણ ગામ પરિવહન સેવાથી વંચિત ન રહે તે પ્રકારે અસરકારક કામગીરી કરવામાં આવી છે. આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ સવસીભાઈ ચાવડા, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ કાનભાઈ ભગત, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ લીનાબેન ડોડીયા, અગ્રણી હિતેન્દ્રસિંહ ચૌહાણ, જીતુભાઈ પુજારા, વિજયભાઈ ભગત, પ્રતાપભાઈ ખાચર અને રાજકોટ એસટી વિભાગના વિભાગીય નિયામક જે.બી.કલોતરા, વહીવટી અધિકારી વાઘેલા સહિત ST વિભાગના અધિકારી-કર્મચારીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
થાનના નવીન અદ્યતન બસ સ્ટેશનમાં સુવિધાઓની ઝલક
- બસ ડેપોની જમીનનો કુલ વિસ્તાર 5574 ચો.મી
- આરસીસી ફ્રેમ સ્ટ્રકચર
- બાંધકામ વિસ્તાર 411.05 ચો.મી
- પ્લેટફેર્મની સંખ્યાઃ 3
- પ્લેટફેર્મનો વિસ્તાર 94.71 ચો.મી
- મુસાફરો માટે બેઠક વ્યવસ્થા અને વેઇટિંગ હોલ
- ટ્રાફ્કિ કંટ્રોલ /પાસ રૂમ
- કિચન સાથેની કેન્ટીન
- વોટર રૂમ
- પાર્સલ રૂમ
- ઇલેક્ટ્રિક રૂમ
- ડ્રાઈવર-કંડકટર રેસ્ટ રૂમ
- લેડીઝ કંડકટર રેસ્ટ રૂમ
- પુરુષ મુસાફરો માટે 2 યુરીનલ, 3 શૌચાલય, 2 બાથ
- સ્ત્રી મુસાફરો માટે 2 શૌચાલય. 1 બાથ
- વિકલાંગ મુસાફરો માટે વિશેષ શૌચાલય અને સ્લોપિંગ રેમ્પ


