- સિવિલ આંખ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધી
- વધુ 12 દર્દીઓને અમદાવાદ ખસેડવામાં આવ્યા
- સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધીને 17 થઈ
અમદાવાદના માંડલમાં અંધાપાકાંડનો મામલો વકર્યો છે. જેમાં સિવિલ હોસ્પિટલના આંખના વિભાગમાં દર્દીઓની સંખ્યા વધી છે. તેમાં વધુ 12 દર્દીઓને અમદાવાદ ખસેડવામાં આવ્યા છે. સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધીને 17 થઈ છે.
દવાઓમાં ખામી કે સારવારમાં ખામી તે બાબતનો સુઓમોટોમાં ઉલ્લેખ
માંડલ અંધાપાકાંડ મુદ્દે મહત્વના સમાચાર સામે આવ્યા છે. જેમાં ગુજરાત હાઈકોર્ટે અંધાપાકાંડ મુદ્દે સુઓમોટો દાખલ કરી છે. માંડલમાં થયેલા અંધાપાકાંડની નોંધ ગુજરાત હાઈકોર્ટે લીધી છે. તબીબી સેવામાં આ પ્રકારે બેદરકારી કેવી રીતે રાખી શકાય તેમ ગુજરાત હાઈકોર્ટે જણાવ્યું છે. દવાઓમાં ખામી કે સારવારમાં ખામી તે બાબતનો સુઓમોટોમાં ઉલ્લેખ.
વિરમગામમાં ટ્રસ્ટની હોસ્પિટલની બેદરકારી સામે આવી
વિરમગામમાં ટ્રસ્ટની હોસ્પિટલની બેદરકારી સામે આવી છે. જેમાં મોતિયાના ઓપરેશન બાદ 17 દર્દીને આડઅસર થઇ છે. ત્યારે ઓપરેશન બાદ દર્દીઓની દ્રષ્ટિ ઓછી થઈ હતી. ગઇકાલે 5 દર્દીઓને સારવાર માટે અમદાવાદ સિવિલ ખસેડાયા હતા. શ્રી રામાનંદ આંખની હોસ્પિટલની બેદરકારીની સમગ્ર ઘટનાને લઈ અધિકારીઓ દોડતા થયા છે. શ્રી સેવા નિકેતન માંડલ સંચાલિત શ્રી રામાનંદ આંખની હોસ્પિટલ ખાતે મોતિયાના ઓપરેશન બેદરકારી જોવા મળી છે. તેમાં મોતિયાના ઓપરેશન બાદ 17 થી વઘુ દર્દીઓને આડઅસર થઇ છે. થોડા દિવસ પહેલા આશરે 18 લોકોના મોતિયાના ઓપરેશન કરવામાં આવ્યા હતા. તેમાં તમામ દર્દીઑ સુરેન્દ્રનગર પાટણ અને અમદાવાદ જિલ્લાના છે. ઓપરેશન બાદ 5 લોકોને વઘુ આંખને લગતી વઘુ તકલીફો પડતા અમદાવાદ સીવીલ હોસ્પિટલ ખસેડાયા હતા.
દર્દીઓને આંખથી દેખાતુ ન હોવાની અંધાપાની ફરિયાદ
હાલ માંડલ ખાતેની ટ્રસ્ટની હોસ્પિટલમાં 17 દર્દીઓ સારવાર હેઠળ હતા. તેમાં દર્દીઓને આંખથી દેખાતુ ન હોવાની અંધાપાની ફરિયાદ થઇ છે. ઘટનાને લઈને અમદાવાદ જિલ્લા આરોગ્ય અધિકારી સહિત સ્થાનિક અઘિકારીઓ મોડીરાત્રીએથી દોડતા થયા છે. આજે થોડા કલાકો બાદ અમદાવાદ અને ગાંધીનગરના અઘિકારીઓ આવશે. તેમજ સમગ્ર મામલે તપાસ હાથ ઘરાશે.


