- IAS ધવલ પટેલને કમિશનર સિવિલ એવિએશનનો ચાર્જ સોંપ્યો
- અજય પારેખને વધારાના ચાર્જમાંથી મુક્ત કરાયા
- ગઈકાલે CMએ સરકારી પ્લેનના બદલે ખાનગીમાં દિલ્હી જવુ પડ્યુ
રાજ્ય સરકાર દ્વારા સતત સરકારી હેલિકોપ્ટર-પ્લેન બગડવાની ફરિયાદ સામે આવી રહી હતી. જેમાં હાલમાં જ બુધવારે ગઈકાલે CMએ સરકારી પ્લેનના બદલે ખાનગીમાં દિલ્હી જવુ પડ્યું હતું. જેમાં મુખ્યમંત્રી સાથે ગૃહમંત્રી, ભાજપ પ્રદેશ પ્રમુખ અને સાંસદ સી આર પાટીલ સહિતના આગેવાનોએ ખાનગી ચાર્ટરને ભાડે કરવું પડ્યું હતું. જે પછી IAS ધવલ પટેલને કમિશનર સિવિલ એવિએશનનો ચાર્જ સોંપ્યો છે.
આ અંગેની માહિતી અનુસાર, લાંબા સમયથી સરકારી પ્લેન અને હેલિકોપ્ટર બગડવાની ફરિયાદો સામે આવી રહી હતી. જેના કારણે ઘણી વખત મુખ્યમંત્રીથી લઈ રાજ્યપાલે સરકારી ચાર્ટરના બદલે પ્રાઇવેટ ચાર્ટરનો ઉપયોગ કરવો પડી રહ્યો હતો. આ અંગે વાંરવાર ફરિયાદ થવાના કારણે આખરે સિવિલ એવિએશનનો ચાર્જ માંથી અજય પારેખને મુક્ત કરવામાં આવ્યા છે.
જે પછી કમિશનર સિવિલ એવિએશનનો ચાર્જ IAS ધવલ પટેલને સોંપાયો છે. જે સાથે જ અજય પારેખ ને વધારાના ચાર્જમાંથી મુક્ત કરાયા છે. આ ઉપરાંત ઝડપથી ચાર્ટર પ્લેન અને હેલિકોપ્ટર માટેની રિપેરિંગથી લઈ નવા ચાર્ટર ખરીદવા માટેની તૈયારીઓ કરવામાં આવી રહી છે.


