રાજ્યમાં ગુંડાઓ બેફામ બન્યા છે જેમાં અવારનવાર અનુસુચિત જાતિના લોકો ઉપર અમાનવિય વ્યવહાર કરી જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરવામાં આવી રહ્યા છે ત્યારે ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર ગણેશ તથા તેના માણસો દ્વારા અનુ.જાતિના યુવાનનુ અપહરણ કરી જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે ત્યારે આ બનાવ અંગે ધારાસભ્ય પદેથી ગેરલાયક ઠેરવવા માટે વિસનગરના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીની આગેવાની હેઠળ જીલ્લા કલેકટર ને આવેદનપત્ર પાઠવ્યું હતું.
પાઠવેલ આવેદનપત્રમાં જણાવ્યા પ્રમાણે આ સમગ્ર બનાવમાં ધારાસભ્ય ગીતાબા જાડેજાનું સીધું માર્ગદર્શન અને પોતાને જાણે કાયદો વ્યવસ્થાનુ કોઈ પણ પ્રકારનો ડર ન હોય તે રીતે પોતાના પુત્ર અને તેની ગેગને પુરતો સાથ સહકાર આપી મદદગારી કરી અનુસૂચિત જાતિના વ્યક્તિને પૂરો કરી નાખી મારી નાખવાની ધમકી આપેલ છે તેમ આવેદનપત્રમાં જણાવ્યું છે.


