- પગપાળા યાત્રા સંઘને ટ્રક ચાલકે અડફેટે લીધા
- ખોડિયાર માતાનાં મંદિરે પગપાળા જતા સંઘનો અકસ્માત
- મૃતકની લાશોને હારીજ રેફરલ હોસ્પિટલમાં પીએમ માટે ખસેડવામાં આવી
પાટણના હારીજમાં અકસ્માતમાં 3ના મોત થયા છે. જેમાં પગપાળા યાત્રા સંઘના લોકોને ટ્રક ચાલકે અડફેટે લીધા છે. તેમાં દાંતરવાડા ગામના પાટીયા પાસે અકસ્માત થયો છે. તેમજ અકસ્માતમાં અન્ય 5 લોકો ઈજાગ્રસ્ત થયા છે. જેમાં ખોડિયાર માતાનાં મંદિરે પગપાળા જતા સંઘનો અકસ્માત થયો છે.
હારીજના દાંતરવાડા ગામના પાટીયા પાસે અકસ્માત સર્જાયો
હારીજના દાંતરવાડા ગામના પાટીયા પાસે અકસ્માત સર્જાયો છે. જેમાં અકસ્માતમાં ત્રણના મોત થયા છે તથા પાંચ લોકો ઘાયલ થયા છે. મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકાના અંબાલા ગામના પગપાળા યાત્રા સંઘને અકસ્માત નડ્તા આસપાસના લોકો દોડી આવ્યા હતા. જેમાં વરાણા ખોડિયાર માતાનાં મંદિરે પગપાળા જતા સંઘના લોકોને અજાણ્યા આઈસર ટ્રકે ટક્કર મારી છે. તેમાં ટ્રકે અકસ્માત કરતા ત્રણ મહિલાઓનાં ઘટના સ્થળે મોત થતા માહોલ ગમગીન બન્યો છે.
મૃતકની લાશોને હારીજ રેફરલ હોસ્પિટલમાં પીએમ માટે ખસેડવામાં આવી
મૃતકની લાશોને હારીજ રેફરલ હોસ્પિટલમાં પીએમ માટે ખસેડવામાં આવી છે. તેમજ ઘાયલોને ધારપુર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. તથા ઘટનાને લઈ હારીજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


