- સીઓની બોલેરો કાર બે કિલોમીટર ઢસડાઈ હતી
- બોલેરોએ સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતાં અકસ્માત
- ડ્રાઈવર કોન્સ્ટેબલ ગંભીર રીતે ઘાયલ થયો હતો
ઉત્તરપ્રદેશના બસ્તીમાં CO અધિકારીની બોલેરો કાર અકસ્માતનો ભોગ બની હતી. પરંતુ સદનસીબે આ અકસ્માતમાં તેનો જીવ બચી ગયો હતો. COની બોલેરો કાર બેકાબૂ થઈ જતાં તેની આગળ ચાલી રહેલાં ટેન્કર સાથે અથડાઈને ફસાઈ ગઈ હતી. ટેન્કર પાછળ ફસાયેલી બોલેરો કાર લગભગ બે કિલોમીટર સુધી ઢસડાઈ હતી. પોલીસે રસ્તા પર બેરિયર લગાવીને ટેન્કરને ઊભુ રાખ્યું હતું અને બોલેરો કારના કાચ તોડીને CO અને તેના ડ્રાયવરને બહાર કાઢ્યા હતા.
બોલેરો કારમાં સવાર હતા કુશીનગર જિલ્લાના CO
બોલેરો કારમાં સવાર કુશીનગર જિલ્લામાં પોસ્ટિંગ ધરવતા COનું નામ જિતેન્દ્ર સિંહ જાણવા મળ્યું છે. ગઈકાલે સાંજે સીઓ જિતેન્દ્ર સિંહ તેમની બોલેરો કારમાં લખનઉ જઈ રહ્યાં હતાં. ત્યાર બાદ બસ્તી નેશનલ હાઈ-વે પર અકસ્માતનો શિકાર બન્યાં હતાં. અકસ્માતમાં તેમની કાર એક ટેન્કર પાછળ ઘુસી જતાં બે કિલોમીટર સુધી ઢસડાઈ હતી. પરંતુ સદનસીબે તેમની સાથે સવાર ડ્રાઈવર બંનેનો આબાદ બચાવ થયો હતો અને બંનેને ઈજાઓ પહોંચતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં.
પોલીસે અકસ્માતની ઘટના નોંધીને વધુ કાર્યવાહી હાથધરી
ત્યાંના આઉટપોસ્ટ ઈન્ચાર્જ (ખાજૌલા)ના દિલીપ સિંહને માહિતી મળતાં તેઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ટેન્કર નીચેથી બોલેરો કારને બહાર કઢાવી હતી. આ અકસ્માતમાં બચાવ કામગીરી લાંબા સમય સુધી ચાલી હતી. ત્યાર બાદ ઘાયલ કોન્સ્ટેબલ ડ્રાઈવરને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોલીસે અકસ્માતની ઘટના નોંધીને વધુ કાર્યવાહી હાથધરી છે.
અકસ્માત પછીનું દ્રશ્ય
મુંદેરવા પોલીસ સ્ટેશન વિસ્તારની પોલીસના જણાવ્યા અનુસાર સીઓ તમકુહિરાજ જિતેન્દ્ર સિંહ સરકારી વાહનમાં લખનૌ જઈ રહ્યા હતા. જ્યારે તેમની કાર નરિયાઓન ગામ પાસે પહોંચી ત્યારે તે કાબૂ બહાર ગઈ અને આગળ જતા ટેન્કર સાથે અથડાઈ અને કાર તેમાં ફસાઈ ગઈ. ટેન્કર ચાલકે સીઓની કારને ઘટના સ્થળથી બે કિલોમીટર દૂર પરસા હજ્જમ ઈન્ટરસેક્શન તરફ ખેંચી હતી. જ્યાં બસ્તી પોલીસની અક્કલના કારણે ટેન્કર કોઈક રીતે અટકાવવામાં આવ્યું હતું.


