- પાણીગેટ પોલીસ મથકના PI ફરજ બજાવતા
- બે દિવસ પહેલા PIને થયો હતો છાતીમાં દુખાવો
- PIની એન્જિયો પ્લાસ્ટી અને એન્જિયોગ્રાફી કરી
વડોદરામાં PI શક્તિસિંહ ગોહિલને હાર્ટ એટેક આવ્યો છે. જેમાં પાણીગેટ પોલીસ મથકના PIને હાર્ટ એટેક આવ્યો છે. બે દિવસ પહેલા PIને છાતીમાં દુખાવો થયો હતો. તેમાં ફરજ પર PI શક્તિસિંહ ગોહિલની તબિયત લથડી હતી. PIની એન્જિયો પ્લાસ્ટી અને એન્જિયોગ્રાફી કરી છે.
પાણીગેટ પોલીસ મથકના પીઆઇને હૃદય રોગનો હુમલો થયો
PI શક્તિસિંહ ગોહિલ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પાણીગેટ પોલીસ મથકના પીઆઇને હૃદય રોગનો હુમલો થયો છે. બે દિવસ પહેલા જ પી.આઈ શક્તિસિંહ ગોહિલને છાતીમાં દુખાવો થયો હતો. જેમાં છાતીમાં દુખાવાને એસીડીટી સમજી ગણકાર્યુ નહીં. તેમાં બીજે દિવસે ફરજ પર પીઆઇ શક્તિસિંહ ગોહિલની તબિયત લથડી હતી. સારવાર માટે ડોક્ટર પાસે પહોંચતા જ હાલત ગંભીર હોય ખાનગી હોસ્પિટલમાં જવા તબીબે સૂચન કર્યું હતુ.
પીઆઈ શક્તિસિંહ ગોહિલ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ
ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન જ પીઆઇને હૃદય રોગનો હુમલો આવ્યો હતો. જેમાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન જ હૃદય રોગનો હુમલો થતાં તબીબો એક્શન મોડમાં આવ્યા હતા. તેમાં તાત્કાલિક તબીબોએ એન્જિયો પ્લાસ્ટી અને એન્જિયોગ્રાફી કરી હતી. તેમાં પીઆઈ શક્તિસિંહ ગોહિલ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.


