- નિકોલ રીંગરોડ પર સ્કાય સીટી પાસેનો વીડિયો
- બિભત્સ ચેનચાળા અને સ્ટંટ કરવા બદલ નોધાઈ ફરિયાદ
- ટ્રાફિક પોલીસે વિવેક રામવાનીની કરી ધરપકડ
અમદાવાદમાં જાહેર રસ્તા પર સ્ટંટ સાથે ચેનચાળા કરતાં ઘણાં યુવાનો જોવા મળતા હોય છે પણ તેમને પોલીસ દ્વારા પણ યોગ્ય પાઠ શીખવવામાં આવે છે. હાલમાં જ અમદાવાદના નિકોલ હાઈવે પર એક કપલ બાઈક પર સ્ટંટ સાથે ચેનચાળા કરતાં જોવા મળ્યા હતા જેને ગણતરીના કલાકોમાં અમદાવાદ પોલીસે ઝડપી પાડ્યો છે.
આ અંગેની માહિતી અનુસાર, હાલમાં સોશિયલ મીડિયા પર અમદાવાદના એક કપલનો વીડિયો વાયરલ થયો હતો. જેમાં યુવક અને યુવતી બાઈક પર તમામ શરમ નેવે મુકીને વિચિત્ર ચેનચાળા કરી રહ્યા હતા. આ વીડિયો સોશયિલ મીડિયા પર વાયરલ થયો હતો. જેના પર કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી હતી.
અમદાવાદ પોલીસ દ્વારા પણ ટ્વિટર પર નિકોલ રીંગરોડ ખાતે બાઇક ઉપર અસ્લીલ ચેન ચાળા કરતા યુવકનો સોશિયલ મીડીયામાં વાયરલ થયેલ વિડીયો બાબતે બાઇક ચાલક તેમજ અજાણી યુવતી વિરુધ્ધ કરવામાં આવેલ કાયદેસરની કાર્યવાહી અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવી છે.
આ વાયરલ વીડિયો નિકોલ રિંગ રોડનો હોવાનું સામે આવ્યું છે. જોકે, વીડિયો વાયરલ થયાના ગણતરીના જ કલાકમાં પોલીસે આરોપી યુવક વિવેક રામવાનીની ધરપકડ કરી છે. વિવેક રામવાનીની કુબેર નગરથી ઝડપી પાડવામાં આવ્યો છે. અમદાવાદ પોલીસે ખુદ આ વીડિયો અને માહિતી ટ્વિટર પર શેર કરી છે.


