- પુષ્પમિત્ર આચાર્ય ભગવંત ગુરુજીની પ્રત્યેક વાત શાંતિથી સાંભળે છે
જૈન શાસનમાં હજારો આચાર્ય ભગવંતો થયેલા છે. આવા એક આચાર્ય ભગવંત ભારતમાં વિચરી રહ્યા હતા એમનું નામ હતું આચાર્ય પુષ્પભૂતિ. એમને શિષ્યો તો ઘણા હતા. સીધા અને સરળ પણ અભ્યાસમાં આબેહૂબ. અભ્યાસ કરવાનું બધાને ગમે જ એવું કંઈ ઓછું બને?!
એમાં એક શિષ્ય હતા એમનું નામ હતું પુષ્પમિત્ર. ગુરુ જેવા જ સ્વાધ્યાયપ્રેમી અને જ્ઞાની હતા. એક સાથે બે સૂર્ય તો ના જ રહેને! એટલે એમને ગુરુજીએ અલગ વિચારવાનો આદેશ આપેલો. વચ્ચે વચ્ચે ગુરુજીને વંદન કરવા માટે એમની સેવા કરવા માટે એ આવતા, પણ રહેતા અલગ.
આ આચાર્ય ભગવંત પુષ્પભૂતિ મહાત્મા આચારપાલનમાં ચુસ્ત અને કડક હતા. પોતાના શિષ્યો જ્ઞાનસાધનામાં થોડા પાછળ હતા. એનો એમને કંઈ રંજ પણ ખરો, પણ એ સાથે જ વિચારતા કે દરેક માણસ પોતાના કર્મને સાથે લઈને જ આવતા હોય છે. બધા જ માણસો કંઈ જ્ઞાની નથી હોતા અને જ્ઞાન કંઈ આપવાની કોઈ લઈ શકાતું નથી એના માટે મહેનત કરવી પડે અને પછી પણ પોતાના જેટલી યોગ્યતા-પાત્રતા હોય એટલું જ એને મળી શકે છે. એનાથી વધારે જ્ઞાન મળી શકે નહીં. મારા શિષ્યો અલ્પ જ્ઞાનવાળા હોય તો એમાં મારે અફસોસ કરવાનો ન હોય.
આ પુષ્પભૂતિ આચાર્ય ભગવંતને એક વાર વિશિષ્ટ પ્રકારના ધ્યાનની સાધના કરવાનો ભાવ થયો. એમણે પોતાના શિષ્યોની પ્રજ્ઞાનો ટેસ્ટ લઈ લીધો, પણ અફસોસ એમનો આશય સરવાનો ન હતો. આચાર્ય ભગવંત પોતાના જ્ઞાનના બળે નિશ્ચય કરે છે. મારી સાથેના સાધુ-મહાત્માઓ સહાયક બની શકે એમ ન હોય તો દૂરવાળાનો સહારો લેવાનો, પણ આપણું કામ અટકાવવાનું નહીં, પણ આગળ વધારવાનું. એમણે દૂર રહેલા પોતાના શિષ્ય આચાર્ય પુષ્પમિત્રને આવવાના સમાચાર મોકલ્યા છે. થોડા જ દિવસોમાં પેલા મહાત્મા હાજર થઈ ગયા.
આચાર્ય પુષ્પમિત્ર સીધા જ ગુરુવાસે પહોંચ્યા એમને વંદનાદિ કરીને ગુરુની સમીપમાં બેઠા. ગુરુજીએ પોતાના મનની વાત કરી. પુષ્પમિત્ર આચાર્ય ભગવંત ગુરુજીની પ્રત્યેક વાત શાંતિથી સાંભળે છે. એ પણ વિચાર કરે છે એનો મને બોધ થશે. ગુરુજીની સાધના પદ્ધતિ જોઈને મારે પણ આ જ પદ્ધતિ અપનાવવાની આવશે. એ સમય આપણે કયા પ્રકારે ધ્યાનમાં આગળ વધી શકાય એનો અનુભવ પણ મળશે અને ગુરુદેવની આવી અણમોલ સેવા કરવાનો પણ લાભ મળશે. આચાર્ય પુષ્પમિત્રે ગુરુદેવને વિનમ્રભાવે કહ્યું આપની આજ્ઞા હશે એ પ્રમાણે હું આપની સેવામાં રહીશ.
ગુરુદેવે સાસા નક્ષત્ર, ચંદ્ર, યોગ અને લગ્ન પ્રશસ હતા એવા સમયે ધ્યાનમાં જવાનો પ્રારંભ કર્યો. સકલશ્રી સંઘ ગુરુ ભગવંતના પ્રશસ્ત ધ્યાનયોગના સાક્ષી બનવા ઉપાશ્રયની આસપાસમાં ઉપસ્થિત છે. પોતપોતાની રીતે નમસ્કાર મહામંત્ર, પદ્માવતીજી માતાજીનો મંત્ર કે પાર્શ્વનાથ દાદાના મંત્રનો જાપ કરી રહ્યા છે. બધાના મનના ભાવો તો એક જ છે કે પૂજ્ય ગુરુદેવની ધ્યાન ઓરાના પ્રભાવે અમારી પણ ધ્યાન સમાધિ આવી જાય તો અમારો ઉદ્ધાર થઈ જાય.
પૂજ્ય ગુરુદેવ શ્રી પુષ્પભૂતિ આચાર્ય ભગવંત એક કમરામાં છે. દ્વારના મધ્ય ભાગમાં ગુરુદેવની આજ્ઞાથી પુષ્પમિત્ર આચાર્ય ભગવંત ઊભા છે. કમરાની નજીકમાં પૂજ્ય ગુરુદેવના અન્ય શિષ્યોની સાથે સકલ શ્રી સંઘ ઊભો છે. બધાની આંખમાં ઇંતેજારી છે અને બધાના હૃદયમાં ગુરુદેવ માટે શ્રદ્ધાસુમન ભરેલા છે.
પૂજ્ય ગુરુદેવ કમરામાં એકલા છે. એમને તરસ નહીં લાગતી હોય! તો એમને પાણી કોણ આપશે? એ ગોચરી ક્યાં વાપરશે? આવા વિચાર કરતા હોય તો કોઈ પોઠી વધા સમજવાળા હોય એ સમજ વહેંમે અરે ભાઈ, આવી સાધના કરતા હોયને એમને ભૂખ કે તરસ કંઈ ના લાગે. એમના શરીરમાં આત્મા તો હોય, પણ એમને બહાર કોઈ અનુભૂતિ જ ન થાય હા આવી વાતો ગુસપુસ ચાલ્યા કરે.
પુષ્પમિત્ર આચાર્ય ભગવંતે અગ્રણીને આદેશ કર્યો, હવે બધાને અહીંથી રવાના કરી દો જ્યારે એમની ધ્યાનસમાધિ સમાપ્ત થશે ત્યારે ફરીને સંઘને સમાચાર આપવામાં આવશે ત્યારે પાછી આવવાની સૂચના આપી દો, કારણ કે હવે એમની ધ્યાન સમાધિ તો મહિનાઓ સુધી ચાલવાની. પેલાં શિષ્યો ગુરુભાઈની વાત સાંભળીને આશ્ચર્ય સાગરમાં ઝોલાં ખાય છે. આવી વાત ગુરુદેવે અમને તો ક્યારેય કરી નથી અને આ મહાત્મા તો ગુરુદેવ સાથે રહેલા નથી તો એમને આ બધી માહિતી ક્યાંથી મળી? કે પછી આ મહાત્મા જે વાત કરે એ પોતાના ઘરની તો નહીં હોયને! જે હોય તે પણ મારે એ મનીસા રહેવાનું. હા, ગુરુદેવે એમને નિયુક્ત કરેલા છે એ વાત સાચી, પણ આપણે પણ ગુરુદેવના શિષ્ય તો છીએ જને!
પેલા મહાત્માની શક્ય એટલા નજીક રહેવા તો આ મહાત્મા પ્રયાસ કરી રહ્યા છે.
ગુરુદેવની સાધના આગળ વધી રહી છે. કોઈની સાથે વાર્તાલાપ કરવાનો નહીં. કદાચ એકાદ દિવસ આહારપાણી વગેરે ગ્રહણ કર્યાં હશે, પણ પછી તે પણ બંધ, કંઈ જ નહીં. જલપાન પણ સદંતર બંધ થઈ ગયું છે. એક આસન ઉપર આ મહાત્મા બેઠેલા છે. નિશ્ચય કોઈ પણ જાતની ચેષ્ટાપ્રવૃત્તિ કરતા નથી.
શ્વાસ લેવાની પ્રક્રિયા પણ એમની સ્થગિત છે. અત્યંત સૂક્ષ્મ રીતે એમની શ્વસનક્રિયા ચાલતી હોય પણ આપણે અનુભવ કરી શકીએ નહીં કે એ અત્યારે શ્વાસ લેતા હશે! આમ ને આમ દિવસો પસાર થઇ ગયા. લગભગ મહિના ઉપર દિવસો પસાર થઇ ગયા છે. કાયા હવે જાણે લાકડાં જેવી થઇ ગઈ કે પણ અંદર જવાની કોઈને એન્ટ્રી મળતી નથી. એકમાત્ર પુષ્પમિત્ર મુનિ સિવાય કોઈ આ મહાત્માની નજીક જઈ જ ન શકે.
પેલા બીજા મહાત્મા વિચાર કરે છે મારે મારા ગુરુજીની પાસે જવું છે, પણ આ મહાત્મા કોઈને પણ કમરાના દરવાજામાં પ્રવેશવા જ દેતા નથી. કરવું શું?
આ મહાત્મા આવા વિચારોમાં વ્યસ્ત હતા. એમને ક્યાંય ચેન પડતું નથી. બહારથી ડોકિયાં કરે છે. અંદર જવા માટે કોઈ માર્ગ દેખાય છે? પણ બધા રસ્તા પેલા પુષ્પમિત્રે બંધ કરેલા હતા.
એક દિવસ પેલા મહાત્માને ચાન્સ મળી ગયો. પુષ્પમિત્ર મહાત્માને અચાનક કોઈ આકસ્મિક કારણ આવી પડ્યું. એમને ક્ષણેક વાર માટે દરવાજો છોડવો પડ્યો. પેલા મહાત્મા એ જ પળની પ્રતીક્ષા કરી રહેલા હતા. જેવા પેલા દૂર ગયા કે તરત જ આ કમરામાં ગયા.
ગુરુજીના શ્વાસોશ્વાસની ગતિ અત્યંત મંદ હતી. હકીકતમાં ધ્યાનની આ ક્રિયામાં એવું હોય છે કે આપણા શ્વાસોશ્વાસમાં કેવું હોય! સૂર્યનાડી અને મંદનાડી હોય ગમે તે એકનું પ્રભુત્વ હોય, પણ આ ધ્યાનની પરાકાષ્ઠા હોય ત્યારે બેય નાડી એકસરખી જ ચાલતી હોય અને એ સ્થિતિને લાંબા સમય સુધી ટકાવી રાખવાની હોય એનો સતત અભ્યાસ હોય એ જ આ પ્રક્રિયા કરી શકે.
સામાન્ય માણસનું એ ગજું ન હોય આવી શક્તિ જેમની પાસે હોય એ પોતાનું ધાર્યું કરાવી શકે. પ્રવૃત્તિ પણ એમની વાતને રાખી શકે નહીં . પેલા મહાત્માએ અંદર જઇને જોયું તો શરીર તો સાવ લાકડું થઈ ગયું છે. આંખો બંધ છે શ્વાસ પકડાતો નથી. હલનચલન તો થાય જને! મહાત્માને ચિંતા થઈ. એ બહાર આવ્યા. એમાં પેલા પુષ્પમિત્ર મહારાજ આવી ગયા. એમને વાત કરી કે મને કંઈક આશંકા થાય છે. ગુરુજીની હાલતમાં તમે કોઈ ચિંતન કરો. મને આની ખબર પડે છે અને ગુરુજીનો આ આદેશ પેલા આચાર્ય મહારાજે કોઈ મચક ન આપી જ્યાં એમણે એક શ્રાવકને તૈયાર કર્યા. એ શ્રાવક પણ સંઘમાં અગ્રણી હતા. એમણે વાત કરી કે જે હોય તે પણ ખાતરી કરી લઈએ તો શું વાંધો છે.
પુષ્પમિત્ર સમજી ગયા. એમણે માત્ર એટલું જ કહ્યું ગુરુજી નારાજ થશે તો..! એમણે કહ્યું અમે સંભાળી લઈશું.
આમણે કહ્યું, હવે થોડા દિવસોની જ વાર છે. એમનો ધ્યાનભંગ કરવો હિતાવહ નથી, પણ એ ન માન્યા. પુષ્પમિત્રે ગુરુજીના જમણા પગના અંગૂઠાને દબાવ્યા. ગુરુજીએ તરત જ આંખો ખોલી.
અધવચ્ચે શા માટે ધ્યાનમાં વિક્ષેપ કર્યો?
પેલા શ્રાવક અને મહાત્મા શરમિંદા બની ગયા. એ જ દિવસથી એમણે નક્કી કરી લીધું કે હવે પછી આપણે શ્રુતોપાસનામાં મન પરોવી દેવું છે. શ્રુતોપાસનાની ખામીના કારણે ગુરુજીનો ઠપકો સહન કરવો પડ્યો.
આપણે પણ આવા શ્રેષ્ઠ જ્ઞાનને પામવા અંતરથી પ્રયત્ન કરીએ. આપણું સાચા અર્થમાં કલ્યાણ થાય.