- ખંભાતના અખાત પાસે દરિયામાં 14 ડોલ્ફિન માછલીઓ
- 1થી 5 ફેબ્રુઆરી દરમિયાન ડોલ્ફિન માછલીની ગણતરી
- ભાવનગર, ઘોઘા, સરતાનપર સહિતના દરિયામાં ડોલ્ફિન
ભાવનગરના દરિયામાં ડોલ્ફિન માછલીની વસ્તી ગણતરી શરૂ કરવામાં આવી છે. જેમાં ખંભાતના અખાત પાસે દરિયામાં 14 ડોલ્ફિન માછલીઓ છે. જેમાં 1થી 5 ફેબ્રુઆરી દરમિયાન ડોલ્ફિન માછલીની ગણતરી થઇ હતી. ત્યારે ડોલ્ફિન માછલીઓના વીડિયો સામે આવ્યા છે.
ભાવનગર, ઘોઘા, સરતાનપર સહિતના દરિયામાં ડોલ્ફિન રહે છે
ભાવનગર, ઘોઘા, સરતાનપર સહિતના દરિયામાં ડોલ્ફિન રહે છે. વન વિભાગ દ્વારા દરિયાકાંઠામાં ડોલ્ફિનની વસ્તી ગણતરી કરવામાં આવી છે. ભાવનગરના દરિયામાં વસવાટ કરતી ડોલ્ફિન માછલીની વસ્તી ગણતરી કરવામાં આવી છે. વન વિભાગ દ્વારા જિલ્લાના દરિયાકાંઠા પર વસવાટ કરતી ડોલ્ફિન માછલીઓની ગણતરી કરવામાં આવતી હોય છે. ભાવનગરના સામે કાંઠે ખંભાતના અખાત પાસેના રોણીયો ભાઠો અને પિરમબેટ નજીકના દરિયામાં 14 ડોલ્ફિન જોવા મળી છે.
દરિયા કિનારા ઉપર વન વિભાગ દ્વારા ડોલ્ફિનની વસ્તી ગણતરી હાથ ધરવામાં આવી
1 થી 5 ફેબ્રુઆરી દરમિયાન ભાવનગર, ઘોઘા, સરતાનપર સહિતના દરિયા કિનારા ઉપર વન વિભાગ દ્વારા ડોલ્ફિનની વસ્તી ગણતરી હાથ ધરવામાં આવી હતી. દરિયામાં ઉછળકુદ કરતી ડોલ્ફિન માછલીઓના વીડિયો સામે આવતા પ્રવાસીઓમાં આનંદની લાગણી છવાઇ છે. તથા વીડિયો જોતા લોકો હવે ભાવનગર જઇ ડોલ્ફિન જોવાની મજા આવે તેવી ચર્ચા કરી રહ્યાં છે.


