- જ્યોર્જિયા મેલોનીએ ખોટા દાવા કરનારની કરી ટીકા
- ઈટાલીમાં શરિયા કાયદો લાગુ નહીં કરાય :મેલોની
- સાંસ્કૃતિક વિચારધારા મેળ ન ખાતી હોવાનો મેલાનોની દાવો
ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ શરિયા કાયદો અને ઈસ્લામને લઈ મોટું નિવેદન આપ્યું છે. મેલોનીનો દાવો છે કે યુરોપમાં ઈસ્લામને પ્રોત્સાહન અપાઈ રહ્યું છે. આની સાથે મેલોનીએ કટ્ટરવાદી વિચારધારા ધરાવતા લોકોને સ્પષ્ટ સંદેશ આપી દીધો હતો. મેલોનીના જણાવ્યા પ્રમાણે ઈટાલીમાં શરિયા કાયદો કોઈ કાળે લાગુ નહીં થવા દેવામાં આવે. ઈસ્લામિક સાંસ્કૃતિકના અલગ મૂલ્યો હોવાથી અમારી સાથે બંધ નથી બેસતા જેથી આ વિચારધારાને ઈટાલીમાં લાગુ નહિ કરાય. મેલોનીએ આગળ વધુમાં જણાવ્યું હતું કે સાઉદી અરબમાં શરિયા લાગુ છે, જેના હેઠળ વ્યભિચાર પર મારવાનું, ધર્મ છોડવા પર મોતની સજા, સમલૈગિંકતા માટે મોતનો દંડ લાગુ છે. જે અહીં નહીં ચલાવી લેવાય. ખોટા દાવા કરનાર ઈન્ફ્લૂએન્સર પર મેલોનીએ વાક બાણ કર્યા હતા. ઈટાલીના પીએમે આની સાથે એવા લોકોની પણ ટિકા કરી હતી, જે ભ્રામક દાવોથી નાણાં કમાય છે. તેમને દેશના ટોચના ઈફ્લૂએન્સર સામે તાજેતરમાં અવિશ્વાસ કેસ પર તેમની વિરુદ્ધ પ્રતિક્રિયા કરી હતી. ઈટાલીની અવિશ્વાસ તપાસ પંચે ગત વર્ષે નાતાલ પર ભ્રામક જાહેરાતની તપાસના પરિણામ બાદ 1.75 મિલિયન યુરોનો દંડ ફટકાર્યો હતો.


