- બ્રુનેઈના પોલો પ્લેયર છે પ્રિન્સ અબ્દુલ મતીન
- ભવ્ય લગ્નમાં સામેલ થશે દુનિયાભરના અમીર લોકો
- બ્રિટનના રોયલ પ્રિન્સ હેરી સાથે થાય છે સરખામણી
બ્રુનેઈના પોલો પ્લેયર અને એશિયાના સૌથી લાયક બેચલર્સમાનાં એક એવા પ્રિન્સ અબ્દુલ મતીન ગુરુવારે તેની મંગેતર સાથે લગ્ન કરવા માટે તૈયાર છે. તેલથી સમૃદ્ધ સલ્તનતનો આ ભવ્ય લગ્ન સમારોહ 10 દિવસ સુધી ચાલશે.
ભવ્ય લગ્નમાં સામેલ થશે દુનિયાભરના અમીર લોકો
32 વર્ષીય રાજકુમાર અને તેની 29 વર્ષીય મંગેતર યાંગ મુલિયા અનીશા રોઝાના રાજધાની બંદર સેરી બેગવાનમાં સોનાના ગુંબજવાળી મસ્જિદમાં લગ્ન કરવા માટે તૈયાર છે. જણાવી દઈએ કે મતીન એક સમયે દુનિયા પર સૌથી લાંબો સમય રાજ કરનાર અને સૌથી અમીર વ્યક્તિ રહી ચૂકેલા સુલ્તાન બોલ્કિયાના 10મા સંતાન છે. તો, મતીનની મંગેતર તેમના પિતાના મુખ્ય સલાહકારોમાંના એક સલાહકારની પૌત્રી છે. આ ભવ્ય લગ્ન સમારોહમાં વિશ્વભરના ધનિક લોકો અને નેતાઓ હાજરી આપે તેવી શક્યતા છે.
પ્રિન્સ હેરી સાથે થાય છે સરખામણી
બ્રુનેઈવાસી રવિવારે રસ્તા પર રોયલ કપલને જતાં જોવા માટે કતારબદ્ધ ઊભા રહેવાનું વિચારી રહ્યા છે. જોકે, મતીન ક્યારેય શાસક બનવાની શક્યતા નથી, તેમ છતાં તેના દેખાવ અને સોશિયલ મીડિયા પરના તેમના ફોલોવર્સે તેમને રોયલ ફેમિલીના હાઇ પ્રોફાઇલ સભ્યો માંથી એક બનાવી દીધા છે. પ્રિન્સ મતીનની સરખામણી બ્રિટનના પ્રિન્સ હેરી સાથે કરવામાં આવી છે. જણાવી દઈએ કે ગયા વર્ષે તેઓ પ્રિન્સ ચાર્લ્સ અને ક્વીન કેમિલાના રાજ્યાભિષેક અને 2022માં રાણી એલિઝાબેથના અંતિમ સંસ્કારમાં સામેલ થયા હતા.


