- હરિયાણા સ્ટિલર્સને પૂનેરી પલટને હરાવી
- પ્રો-કબડ્ડી લીગની 10મી સિઝનમાં પૂનેરી પલટન ચેમ્પિયન
- હરિયાણાની ટીમ પણ પ્રથમ વખત ફાઇનલમાં પહોંચી હતી
હૈદરાબાદ ખાતે રમાયેલી પ્રો-કબડ્ડી લીગની 10મી સિઝનમાં પૂનેરી પલટન ટીમે ફાઇનલમાં હરિયાણા સ્ટિલર્સને 28-25ના સ્કોરથી હરાવીને ટ્રોફી જીતી લીધી હતી. આ સાથે લીગને નવી ચેમ્પિયન ટીમ મળી છે. છેલ્લી સિઝનમાં પૂનેરીની ટીમ ટાઇટલની નજીક પહોંચી હતી પરંતુ જયપુર પિંક પેન્થર સામે હારીને બીજા ક્રમે રહી હતી. છેલ્લા 10 પ્રયાસમાં તે પ્રથમ વખત ટાઇટલ જીતવામાં સફળ રહી હતી. બીજી તરફ હરિયાણાની ટીમ પણ પ્રથમ વખત ફાઇનલમાં પહોંચી હતી પરંતુ તે ટાઇટલથી વંચિત રહી હતી.


