- લીંબડીના જાંબડી ગામે શ્રમજીવી પરિવારની હિજરત
- થોડા મહિના પહેલા પરિવારની પૌત્રીને ભગાવી ગયા હતા
- માથાભારે તત્વોના ત્રાસથી લાચાર થઈ પરિવારે ભર્યું પગલું
માથાભારે તત્વોના ત્રાસથી શ્રમજીવી પરિવારની હિજરત થઇ છે. જેમાં લીંબડીના જાંબડી ગામે શ્રમજીવી પરિવારે હિજરત કરી છે. થોડા મહિના પહેલા પરિવારની પૌત્રીને ભગાવી ગયા હતા તેથી માથાભારે તત્વોના ત્રાસથી લાચાર થઈ પરિવારે પગલુ ભર્યું છે. જેમાં ચાર શખ્સો વિરુદ્ધ પરિવારે પોલીસ ફરિયાદ નોંધાવી છે. તેમાં લીંબડી પોલીસે અરજી લઈ તપાસ હાથ ધરી છે.
પુત્રવધૂ અને પૌત્રીને ભગાડી ગયા બાદ હજુએ અન્ય પૌત્રીઓ ભગાડી જવાની સતત ધમકી આપતા
લીંબડીના જાંબડી ગામે માથાભારે તત્વોના ત્રાસથી શ્રમજીવી ખેડૂત પરિવારે હિજરત કરી છે. જેમાં પુત્રવધૂ અને પૌત્રીને ભગાડી ગયા બાદ હજુએ અન્ય પૌત્રીઓ ભગાડી જવાની સતત ધમકી આપતા લાચાર પરિવારે હિજરત કરી છે. લીંબડી તાલુકાના જાંબડીમાં વગ ધરાવતા પૈસાદાર અને માથાભારે તત્વોના માનસિક ત્રાસથી કંટાળી ગરીબ શ્રમજીવી ખેડુત પરિવારે ઉચાળા ભરી હિજરત કરતા ચકચાર મચી જવા પામી છે. ભોગ બનનાર પરિવારે જાંબડી ગામના ચાર જેટલા શખ્સો વિરૂદ્ધ લીંબડી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતાં પોલીસે ફક્ત લેખિત અરજી લઇને એ સંદર્ભે વિગતો મેળવી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
અરજી મુજબ વિગતો મેળવી તપાસના ચક્રો ગતિમાન કર્યા
લીંબડી પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો મુજબ જાંબડી ગામે રહી ખેત મજુરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા ભુપતભાઇ ખોડાભાઇ ઘાઘરેટિયાએ લીંબડી વિભાગીય પોલીસ અધિકારી અને પીએસઆઇને આપેલી લેખિત રજૂઆતમાં જણાવ્યું હતું તેમના પુત્ર હેમુભાઇની પત્ની વર્ષાબેન તેમના પિયર આંટો ખાવા ગયા હતા તે દરમિયાન પુત્રવધુ રાજકોટથી જ તેને તેમના જ ગામનો અરવિંદ રત્નાભાઇ રોજાસરા નામનો યુવાન લલચાવી ફોસલાવી ભગાડી ગયો છે. અને તાજેતરમાં જ 15 દિવસ પહેલા મારા મોટા દિકરા અશોકભાઈની દિકરી અસ્મિતાબેનને પણ અમારા જ ગામના રવજી કરશન મેણિયાનો છોકરો કિશન મેણિયા લલચાવી ફોસલાવી ભગાડી ગયો છે. આ બનાવ સંદર્ભે અમે લીંબડી પોલીસ સ્ટેશને આવી લેખિત ફરિયાદ કરી છે. તેમ છતાં હજુ પણ સામા વાળાઓ હજુ પણ અમને ધમકી આપે છે કે તમારા ઘરની જેટલી છોકરીઓ છે તમામને અમે વારાફરતી એકોએકને ભગાડી જવાના છીએ. તમારાથી કાંઈ થઈ શકવાનુ નથી. અમારૂ કોઈ કાંઈ બગાડી શકવાનુ નથી. એવુ જણાવી જાનથી મારી નાખવાની ધમકી આપતા હોય આ બનાવ સંદર્ભે અશોકભાઈ ભુપતભાઇ ઘાઘરેટિયાએ ઘાઘરેટિયા ગામેથી પોતાના પરિવાર સાથે જરૂરીયાત પુરતો રાશન સીધુ અને સર સામાન સાથે ઉચાળા ભરી હિજરત કરી રવાના થતા નાના એવા જાંબડી ગામમાં ચકચાર મચી જવા પામી છે.જ્યારે આ માથાભારે તત્વો સામે ન્યાય અપાવવા માટે લીંબડી પોલીસ સ્ટેશને જાંબડી ગામના અરવિંદ રત્નાભાઇ રોજાસરા તથા, મહિપત બળદેવભાઇ મકવાણા, બાબુ ધનાભાઇ મકવાણા અને રવજી કરશનભાઇ મેણિયા વિરૂધ્ધ લીંબડી લેખિત ફરિયાદ માટે રજુઆત કરી હતી. લીંબડી પોલીસે પણ ભોગ બનનાર પરિવારી રજુઆત સાંભળી હતી. અને અરજી મુજબ વિગતો મેળવી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.


