- ફેબ્રુઆરી અને માર્ચમાં 200 જેટલી મિલકતો સીલ કરવામાં આવી
- મનપાના વેરા વસૂલાત શાખાની 12 ટીમો લાગી કામે
- બાકી વેરાના કરી આપવામાં આવશે હપ્તા
રાજકોટવાસીઓ દ્વારા વેરો ભરવામાં ખૂબ જ ઉદાસીનતા દેખાડવામાં આવે છે.છેલ્લા 2 મહિનાના વેરો વસૂલાતના આંકડા જોઈએ તો ચોકવનાર આંકડાઓ સામે આવ્યા છે જેમાં વેરા વસુલાત શાખા દ્વારા મિલકતો સીલ કરવાની કામગીરી, મિલકતો ચપટી કરવા માટેની નોટિસની કામગીરી અને નળ કનેક્શન કાપવાની કામગીરી કરવામાં આવી રહી છે, જેમાં છેલ્લા બે મહિનાના આંકડાકીય માહિતી જોઈએ તો જાન્યુઆરીમાં 135 મિલકતો સીલ કરવામાં આવી હતી જ્યારે છે હવે વેરોના ભરનાર એવી મિલકતો કે જેમને જપ્તી માટે નોટિસો આપવામાં આવી છે જેમાં જાન્યુઆરીમાં 1658 મિલકતો ફેબ્રુઆરી અને માર્ચમાં 201 મિલકતોને નોટિસો આપવામાં આવી છે.
રહેણાંક વેરો
રહેણાંકમાં વાત કરવામાં આવે તો જે લોકોએ વેરો નથી ભર્યો તેઓના નળ કનેક્શન કાપવામાં આવી રહ્યા છે જેમાં જાન્યુઆરીમાં 90 મિલકતોના નળ કનેક્શન આપવામાં આવ્યા અને ફેબ્રુઆરીને માર્ચમાં 60 મિલકતોના નળ કનેક્શન આપવામાં આવ્યા છે હાલ ચાલુ વર્ષમાં વેરા વસુલાત શાખા દ્વારા રૂ 330 કરોડ રૂપિયાનો જંગી વેરો વસૂલ કર્યો છે વેરા વસુલાત શાખા દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે તેમાં એક કારણ એવું પણ સામે આવી રહ્યું છે કે, મિલકતો સીલ કરવા જઈએ ત્યારે અરજદારો કરી રહ્યા છે કે મંદીના કારણે તેઓ વેરો ભરપાઈ કરી શકતા નથી ત્યારે આર્થિક પરિસ્થિતિ પણ નબળી હોવાના કારણે ઘણા લોકો વેરો ભરપાઈ કરી શકતા નથી, ત્યારે લોકો પણ માંગ કરી રહ્યા છે કે જે વેરો બાકી છે તેમાં તેમને હપ્તા કરી આપવામાં આવે.
ભુજ નગરપાલિકા 18 ટકા વ્યાજ વસુલશે
માર્ચ મહિનો શરૂ થઈ જતાં ભુજ નગરપાલિકા દ્વારા વેરા વસુલાત ઝુંબેશને વેગવાન બનાવી દેવાઈ છે.નગરપાલિકા દ્વારા આ વર્ષે 28 થી 30 કરોડની વેરા વસુલાતનો ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યો છે. જો કે ફેબ્રુઆરી મહિનો પૂર્ણ થતાં અત્યાર સુધીમા 14 કરોડની આવક થઈ ગઈ છે. વેરા વસુલાત ઝુંબેશના ભાગરૂપે રહેઠાણ વિસ્તારોમાં વેરા નહીં ભરનારના ગટર, પાણી અને લાઈટ કનેક્શન કાપવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે. જો નાગરિકો સમયસર પોતાનો વેરો ભરપાઈ નહીં કરે તો 18 ટકા વ્યાજ પણ વસુલવામાં આવશે.


