- યાત્રાળુઓને બિરલા ધર્મશાળાની સામે તૈયાર થઈ રહેલા દ્વારથી સુગ્રીવ કિલ્લામાં થઈને મંદિરમાં પ્રવેશ મળશે
- રામલલાનું મંદિર એમ જ દિવ્ય અને ભવ્ય નથી કહેવાતું
- 70.5 એકરમાં ફેલાયેલા વિશાળ મંદિરમાં 44 દ્વાર હશે
રામલલાનું મંદિર એમ જ દિવ્ય અને ભવ્ય નથી કહેવાતું. 70.5 એકરમાં ફેલાયેલા વિશાળ મંદિરમાં 44 દ્વાર હશેઃ તેમાંના 18 દ્વાર દરવાજાયુક્ત હશેઃ અને તેમાંય 14 તો સુવર્ણજડિત હશે. ચાર દરવાજા સ્ટોરના છે, જેને વાર્નિશ કરીને આકર્ષક બનાવાયા છે. મંદિરની ડિઝાઇન અને નિર્માણ સાથે સંકળાયેલા એન્જિનિયરો અનુસાર, જમીન પર લાગેલા દરવાજા લાકડાંના બનેલા છે, તેને હૈદરાબાદની કંપનીએ બનાવ્યા છે. રામમંદિર સુધી પહોંચવા માટે ત્રણ પથ બનાવાઈ રહ્યા છેઃ રામજન્મભૂમિ-પથ, ભક્તિપથ અને રામપથ. પણ, બધા જ યાત્રાળુઓને એક જ દ્વારથી પ્રવેશ મળશે. મંદિર જેટલું ભવ્ય બની રહ્યું છે તેટલું જ શ્રાદ્ધાળુઓની સગવડોનું પણ ધ્યાન રખાઈ રહ્યું છે. તેમની સગવડ માટે શ્રીરામજન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટ સુગ્રીવ કિલ્લાના ગેટવે બેની બાજુમાં એક સુવિધા કેન્દ્ર બનાવાઈ રહ્યું છે.
રામમંદિર માટે આવેલા સુગ્રીવ કિલ્લા-નિર્માણ સાથે સંકળાયેલા એક એન્જિનિયરે જણાવ્યું કે તીર્થયાત્રાળુઓએ રામમંદિર જવા માટે સુગ્રીવ કિલ્લા આવવું પડશે. ભક્તોએ બિરલા ધર્મશાળાની સામે તૈયાર કરાઈ રહેલા દ્વાર દ્વારા સુગ્રીવ કિલ્લામાં થઈને પ્રવેશ મળશે.
એન્જિનિયર અનુસાર, સનાતન ધર્મનાં જૂના મંદિરોમાં પ્રવેશદ્વાર થોડા અંતરે બનાવાયાં છે. અહીં પણ જન્મભૂમિના પરિઘિથી 600 મીટર પહેલાં બિરલા ધર્મશાળાની સામે 35 ફૂટ ઊંચા બે ગેટવે બનાવાયા છે. ગેટવેની અંદર આવ્યા બાદ બંને તરફ ફૂટપાથની સાથે 75 ફૂટ પહોળો રોડ બનાવાયો છે. આ પથ પરથી તીર્થયાત્રાળુ મંદિર તરફ જશે. આ પથનું ભોંયતળિયું સેન્ડસ્ટોનથી બનાવાયું છે, જેના પર 9 કેનોપી (છત્ર) બનાવાઈ છે. કેનોપી પછી ડાબા હાથે 16 કાઉન્ટર સાથે બેગ સ્કેનર બની રહ્યાં છે. અહીંથી સુવિધા કેન્દ્રની સામે પહોંચાશે. અહીં બેગેજ કાઉન્ટરની પાસેથી ફરી એ જ પથ પર આગળ જવાથી અમાવા મંદિરની પાછળ પહોંચાશે. અહીંથી નીકળ્યા બાદ રામમંદિરનાં દર્શન કરી શકાશે.


