- ‘અમે ભરૂચ બેઠક પર નથી લડી રહ્યા એ વાસ્તવિકતા’
- ફૈઝલ અને મુમતાઝ પટેલ બન્ને કોંગ્રેસમાં છે : જયરામ
- ગઠબંધનમાં થોડું જતું કરવું પડતું હોય છે: જયરામ રમેશ
આખરે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ન્યાય યાત્રા ગુજરાતમાંથી સમાપ્ત થઈ છે. જેના સાથે જ ભરૂચ બેઠક પર શરૂ થયેલા વિવાદ માટે અહેમદ પટેલના પુત્ર મુમતાઝ અને ફૈઝલની ગેરહાજરી અંગે આખરે કોંગ્રેસ નેતા જયરામ રમેશે પ્રતિક્રિયા આપતાં કહ્યું કે, વાસ્તવિકતા એ પણ છે 40 વર્ષથી એ બેઠક નથી જીતી શક્યા.
બંને નેતાઓ કોંગ્રેસમાં છે
રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા જ્યારે ભરૂચ પહોંચી હતી ત્યારે કોંગ્રેસ નેતા મુમતાઝ અને ફૈઝલ બંને તેમના સ્વાગતમાં જોડાયા ન હતા. આ દરમિયાન ઈન્ડિયા ગઠબંધનમાંથી AAPના ઉમેદવાર ચૈતર વસાવા અને મોટી સંખ્યામાં AAP ના કાર્યકર્તાઓ તેમની રેલીમાં હાજર રહ્યા હતા. જેના પછીથી ઘણી ચર્ચાઓ શરૂ થઈ હતી.
બંધનમાં થોડું જતું કરવું જોઇએ
જે પછી આજે મુમતાઝ અને ફૈઝલની ગેરહાજરી પર જયરામ રમેશનું નિવેદન સામે આવ્યું છે અને તેમણે કહ્યું કે, અમે ભરૂચ બેઠક પર નથી લડી રહ્યા એ વાસ્તવિકતા છે. જ્યારે વાસ્તવિકતા એ પણ છે 40 વર્ષથી એ બેઠક નથી જીતી શક્યા તેને પણ સ્વીકારવું રહ્યું. આ સાથે જ બંને નેતાને સલાહ આપતાં જયરામ રમેશે કહ્યું કે, ગઠબંધનમાં થોડું જતું કરવું જોઇએ.
આ સાથે જ જયરામ રમેશે કહ્યું કે, ફૈઝલ અને મુમતાઝ પટેલ બન્ને કોંગ્રેસમાં છે. અત્યાર સુધીમાં ફૈઝલ અને મુમતાઝ પટેલ તરફથી કોઈ નિવેદન આવ્યું નથી. જેના અંગે પણ વિચાર થઈ રહ્યા છે. ફૈઝલ અને મુમતાઝ પટેલ બન્ને કોંગ્રેસમાં છે. જે સાથે જ જયરામ રમેશે બંને નેતા મજૂત હોવાનું પણ જણાવ્યું છે.


