75 રસોઈયાની ટીમ દ્વારા 123 ફૂટ લાંબો ઢોસો બનાવનાર બેંગ્લોરની કંપનીનું સ્થાન ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયું
ગુજરાતમાં પણ સાઉથ ઇન્ડિયન ફૂડ લોકો ખૂબ પસંદ કરે છે. હવે ઢોસામાં પણ અનેક વેરાઈટી આવી રહી છે જેમાં પેપર ઢોસા ની સાઈઝ ઘણી મોટી હોય છે. આ પહેલા સૌથી મોટો ઢોસો બનાવીને ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનાવનાર 54 ફૂટ 8.69 ઇંચનો રેકોર્ડ તૂટ્યો છે અને બૅન્ગલોરમાં ઇન્સ્ટન્ટ ઢોસાનું ખીરું બનાવતી એક ફૂડ-ફૅક્ટરીએ શનિવારે એક જાહેર ઇવેન્ટમાં 123 ફુટ લાંબો ઢોસો બનાવ્યો હતો અને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં સૌથી લાંબા ઢોસો બનાવવા માટે પોતાનું નામ નોંધાવ્યું હતું.આ બાબતની જાહેરાત કરતા MTR ફૂડ્સે જાહેરાત કરી કે 100 વર્ષની અમારી સફરની ઉજવણી સાથે હવે લોરમેન કિચન ઇક્વિપમેન્ટ્સ સાથેની ભાગીદારીમાં સૌથી લાંબા ઢોસા માટે નવા ગિનિસ વર્લ્ડ રેકોર્ડ ટાઇટલ ધારક છે.
આ સ્મારક ડોસા એમટીઆરની બોમ્માસન્દ્રા ફેક્ટરીમાં તૈયાર કરવામાં આવ્યો હતો. MTRના કુઝિન સેન્ટર ઑફ એક્સેલન્સના માર્ગદર્શન હેઠળ 75 રસોઇયાઓની ટીમ દ્વારા આ રેકોર્ડ બનાવવામાં આવ્યો હતો, જેમાં અનુભવી નિષ્ણાતો અને યુવા ફૂડ એક્સપર્ટ નો સમાવેશ થાય છે.
એમટીઆરના સીઈઓ સુનય ભસીને જણાવ્યું હતું કે “આ અમારા માટે ખૂબ જ ગર્વની ક્ષણ છે. અમે 100 ફૂટના ઢોસામાટે પ્રયાસ કરી રહ્યા હતા, જો કે, અમે 123 ફૂટનો ઢોસો બનાવી વિક્રમ બનાવ્યો છે. આ ઢોસો બાદમાં MTRના સમર્પિત કર્મચારીઓ સાથે જ નહીં પરંતુ સ્થાનિક શાળાઓના બાળકો અને આસપાસના સમુદાયોના સભ્યો સાથે પણ શેર કરવામાં આવી હતી. આ સાથે એમટીઆરએ 16.68 મીટર (54 ફૂટ 8.69 ઇંચ)ના સૌથી લાંબા ઢોસાનો અગાઉનો વિશ્વ વિક્રમ તોડ્યો હતો.