- 11 મહિનાથી ગાઝામાં યુદ્ધ ચાલી રહ્યું છે
- અમેરિકન અધિકારીએ મોટો કર્યો દાવો
- હમાસ રોકી શકશે ગાઝાનું યુદ્ધ!
ગાઝામાં લગભગ 11 મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું છે. ત્યારે આ યુદ્ધ ક્યારે અને કેવી રીતે અટકશે તે હાલ સૌથી મોટો પ્રશ્ન બની ગયો છે. અમેરિકા, ઇજિપ્ત અને કતાર જેવા દિગ્ગજ દેશો આ યુદ્ધને રોકવા અને સંઘર્ષને વધતો અટકાવવા માટે ઘણા મહિનાઓથી કામ કરી રહ્યા છે. પણ હજી સુધી આ યુદ્ધ રોકી શકાયું નથી.
અમેરિકન અધિકારીનો મોટો દાવો
CIAના ડેપ્યુટી ડાયરેક્ટર ડેવિડ કોહેને દાવો કર્યો છે કે ગાઝા યુદ્ધવિરામ કરાર હવે હમાસ નેતાના હાથમાં છે. યાહ્યા સિનવારનું નામ લીધા વિના, તેમણે કહ્યું કે ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામ કરારનું ભાવિ મોટાભાગે એક પ્રશ્ન છે જેનો જવાબ હમાસના નેતાઓ આપી શકે છે.
આ ડીલનું ભાગ્ય હમાસના હાથમાં
કોહેને વોશિંગ્ટન ડીસીમાં એક કોન્ફરન્સ દરમિયાન કહ્યું કે ઈઝરાયેલ વાતચીતમાં ગંભીરતા દાખવી રહ્યું છે. તેમણે કહ્યું કે કોઈ પણ ખાતરી ન કરી શકે કે તે પ્રદેશમાં તણાવમાં વધારો અટકાવી શકશે. સીઝફાયર ડીલના સવાલ પર તેમણે કહ્યું કે આ ડીલનું ભાગ્ય હમાસના હાથમાં છે.
હમાસે ઈઝરાયેલની શરતોને નકારી કાઢી છે
અમેરિકા, ઇજિપ્ત અને કતારના મધ્યસ્થીઓ બંને પક્ષો વચ્ચે સમજૂતી પર પહોંચવા માટે કામ કરી રહ્યા છે, બુધવારે પણ ત્રણેય દેશોના પ્રતિનિધિઓ યુદ્ધવિરામ સોદા માટે વાટાઘાટો કરવા માટે કૈરોમાં એકઠા થયા હતા. અગાઉની બેઠકમાં હમાસે ઈઝરાયેલની નવી શરતોને ફગાવી દીધી છે અને કહ્યું છે કે ઈઝરાયેલ પર મે મહિનામાં બિડેને પ્રસ્તાવિત કરાર માટે સંમત થવા માટે દબાણ કરવું જોઈએ.
ઇઝરાયેલે ગાઝા યુદ્ધવિરામ માટે 2 શરતો નક્કી કરી
ઇઝરાયેલે ગાઝા યુદ્ધવિરામ ડીલ માટે 2 મહત્વપૂર્ણ શરતો નક્કી કરી છે, નેતન્યાહૂએ કહ્યું છે કે તે ફિલાડેલ્ફિયા અને નેત્ઝારીમ કોરિડોર પર ઇઝરાયલી દળોની તૈનાતી જાળવી રાખશે, જ્યારે હમાસનું કહેવું છે કે જો ઇઝરાયલી દળો ગાઝામાંથી સંપૂર્ણ રીતે હટી શકશે નહીં યુદ્ધવિરામ સંબંધિત કોઈપણ સોદો હોય.


