– યુએસ બોન્ડની ઉપજ ૫ ટકાને વટાવી જતાં કંપનીઓ માટે વિદેશમાંથી મૂડી એકત્ર કરવી પડકારજનક
Updated: Oct 31st, 2023
નવી દિલ્હી : ઈઝરાયેલ-હમાસ યુદ્ધ બાદ ક્રૂડ ઓઈલના ભાવમાં વધઘટ અને ભૌગોલિક રાજકીય તણાવ ચિંતાનું એક મુખ્ય કારણ છે. ઈઝરાયેલ-હમાસ યુદ્ધની લાંબા ગાળે કંપનીઓના વેચાણ અને કામગીરી પર કોઈ મોટી અસર નહીં થાય તેમ ભારતીય કંપનીઓના વડાઓનું માનવું છે.
યુદ્ધની કંપનીઓની કામગીરી અથવા રોકાણ પર કોઈ અસર થશે નહીં અને દેશમાં તેમની કામગીરી સારી રીતે ચાલી રહી છે. ભૌગોલિક રાજકીય પરિસ્થિતિ અસ્થિર અને નાજુક છે. જો પશ્ચિમ એશિયામાં ઈઝરાયલનો તણાવ વધુ ઊંડો થશે તો તેનાથી સમસ્યા સર્જાઈ શકે છે, પરંતુ હાલમાં તેમના ખર્ચમાં કોઈ વધારો થવાની કોઈ શક્યતા નથી.
આ યુદ્ધથી કાચા તેલની કિંમતો પર અસર થશે અને તેની કિંમત વધી શકે છે. તેલના ભાવ ૩ ટકા વધીને બેરલ દીઠ ૯૦.૪૮ ડોલરની એક સપ્તાહની ટોચે પહોંચી ગયા હતા. ઈઝરાયલ-ગાઝા તણાવને કારણે વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલનો પુરવઠો વધવાની દહેશત વધી ગઈ છે અને તેલના ભાવમાં વધારો થયો છે. તેલ વિશ્લેષકોના અંદાજ મુજબ જો ઈરાન અથવા હિઝબુલ્લાહ સીધા યુદ્ધમાં ઉતરે તો તેલની કિંમતો નિયંત્રણ બહાર જઈ શકે છે અને બ્રેન્ટ ક્ડ પ્રતિ બેરલ ૯૦થી ૧૦ ડોલર વચ્ચે વેપાર કરી શકે છે. લગભગ ૫૩.૩૩ ટકા સહભાગીઓએ આશંકા વ્યક્ત કરી હતી કે ભૌગોલિક રાજકીય પરિસ્થિતિ વધુ વણસી શકે છે.
જો કે અત્યાર સુધી તેલના પુરવઠામાં કોઈ મોટી વિક્ષેપ નથી આવ્યો અને તેલના ભાવ એક શ્રેણીમાં આગળ વધી રહ્યા છે. વિવાદમાં વધારો તેલના પુરવઠાને અસર કરી શકે છે, જેનાથી ઇંધણની કિંમત વધી શકે છે. આ ઊપરાંત ૧૦-વર્ષના યુએસ બોન્ડની ઉપજ ૫ ટકાને વટાવી જતાં વિદેશી મૂડી મોંઘી બની છે અને તેમના માટે ઉધાર લેવાનો ખર્ચ વધી ગયો છે. કંપનીઓ માટે વિદેશમાંથી મૂડી એકત્ર કરવી પડકારજનક હોઈ શકે છે અને વ્યાજ દર વધીને ૧૧-૧૨ ટકા થઈ શકે છે.