- ગ્લોબલ વોર્મિંગ અને પ્રદૂષણના કારણે પર્યાવરણ અસંતુલિત થઇ રહ્યું છે
- વરસાદ નહિવત્ થઇ રહ્યો છે અને નદીઓ અત્યારથી સુકાવા લાગી છે
- ગોપાલગંજના વિસ્તારોમાં ગંડક નદી સુકાઇ ગઇ છે
ગ્લોબલ વોર્મિંગ અને પ્રદૂષણના કારણે પર્યાવરણ અસંતુલિત થઇ રહ્યું છે, જેની હવામાન પર અસર થઇ રહી છે. વરસાદ નહિવત્ થઇ રહ્યો છે અને નદીઓ અત્યારથી સુકાવા લાગી છે. બિહારમાં ઉનાળાની શરૂઆત પહેલાં જ ઘણી નદીઓ સુકાઇ જતાં ચિંતાજનક સ્થિતિનું નિર્માણ થયું છે. નેપાળના પહાડી વિસ્તારમાંથી નીકળતી ઉત્તર બિહારની સૌથી મોટી ગંડક નદી કે જે નારાયણી નદી તરીકે પણ ઓળખાય છે તે સુકાવા લાગી છે. ગોપાલગંજના વિસ્તારોમાં ગંડક નદી સુકાઇ ગઇ છે. ઘોઘારી, દાહા, છાડી, સ્યાહી, ખનુઆ અને ધમઇ નદીઓ પણ ઝડપથી સુકાઇ રહી છે, જેના કારણે સ્થાનિક ખેડૂતો ચિંતિત છે. તેમનું કહેવું છે કે વહીવટી કક્ષાએ ધ્યાન નહીં અપાય તો જળસંકટની મુસીબત સર્જાઇ શકે છે.


