- હપ્તાખોરીના આક્ષેપો બાદ શારીરિક શોષણના આક્ષેપ
- પીડિત મહિલાએ પોલીસમાં આપી લેખિત ફરિયાદ
- વિધવા મહિલાએ લગાવ્યા શારીરિક શોષણના આક્ષેપ
તોડકાંડમાં બદનામ ઉના પોલીસ પર વધુ એક કલંક લાગ્યો છે. જેમાં હપ્તાખોરીના આક્ષેપો બાદ શારીરિક શોષણના આક્ષેપ લાગ્યા છે. તેમાં વિધવા મહિલાએ શારીરિક શોષણના આક્ષેપ લગાવ્યા છે. જેમાં LCB અને SOG બ્રાન્ચના પોલીસ કર્મચારીઓ પર આક્ષેપ થતા પોલીસ બેડામાં ચકચાર મચી છે.
પીડિત મહિલાએ પોલીસમાં લેખિત ફરિયાદ આપી
પીડિત મહિલાએ પોલીસમાં લેખિત ફરિયાદ આપી છે. તેમજ SPએ ઘટનાની ગંભીરતા લઈ તપાસના આદેશ આપ્યા છે. ત્યારે દેશી દારૂ વેચી પોતાના ત્રણ બાળકોનું ભરણ પોષણ કરતી મહિલાએ હપ્તો ઉપરાંત શારીરિક શોષણ પણ કરતાં હોવાના આરોપ છે. જેમાં કોલ રેકોર્ડિંગ, વોટ્સએપ ચેટ સહિતના પુરાવા સાથે ફરિયાદ કરવામાં આવી છે. પીડિતાની ફરિયાદના પગલે પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે.
આ કેસમાં ઉના ASP જીતેન્દ્ર અગ્રવાલે તપાસનો દોર સાંભાળ્યો
આ કેસમાં ઉના ASP જીતેન્દ્ર અગ્રવાલે તપાસનો દોર સાંભાળ્યો છે. જેમાં આરોપી પોલીસ કર્મચારીઓ હપ્તો ઉપરાંત શારીરિક શોષણ પણ કરતાં હોવાના ગંભીર આરોપ છે. ત્યારે એસ.પીના સીધી નજર હેઠળ કામ કરતી જિલ્લાની જવાબદાર મુખ્ય બ્રાન્ચમાં જ ગંભીર સડો લાગી ગયો છે તેવી ચર્ચા થઇ રહી છે. તેમજ હપ્તાખોરીના આક્ષેપો બાદ શારીરિક શોષણના ગંભીર આક્ષેપથી નિમ્ન કક્ષાએ ગીર સોમનાથ પોલીસની હરકતોથી વિસ્તારમાં ચકચાર મચી છે.


