- ભારતમાં કોરોનાના નવા 514 નવા કેસ નોંધાયા
- અત્યાર સુધીમાં કોવિડ-19 રસીના 220.67 કરોડ ડોઝ અપાયા
- કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા ઘટીને 3,422 થઇ
ભારતમાં ફરી એકવાર કોરોનાએ દસ્તક આપી છે. ઘણા રાજ્યોમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. ગુરુવારે માહિતી આપતા સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે ભારતમાં કોરોનાના નવા 514 નવા કેસ નોંધાયા છે, જ્યારે એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 3,422 થઈ છે.
દેશમાં 24 કલાકમાં કોરનાના કારણે મહારાષ્ટ્રમાં 2 અને કર્ણાટકમાં 1 આમ, કુલ 3 લોકોના મૃત્યું થયા છે 5 ડિસેમ્બર 2023 સુધીમાં દૈનિક કેસોની સંખ્યા ઘટીને 2 આંકડામાં આવી ગઈ હતી, પરંતુ કોરોના JN.1ના નવા પ્રકાર અને ઠંડા હવામાનની સ્થિતિને કારણે કેસ વધુ વધવા લાગ્યા છે. 31 ડિસેમ્બર, 2023 ના રોજ એક દિવસમાં મહત્તમ 841 નવા કેસ નોંધાયા હતા, જે મે 2021માં નોંધાયેલા કેસના 0.2 ટકા છે. કુલ સક્રિય કેસમાંથી, લગભગ 92 ટકા હોમ આઇસોલેશનમાં સ્વસ્થ થઈ રહ્યા છે.
સત્તાવાર સ્ત્રોતે જણાવ્યું હતું કે હાલમાં ઉપલબ્ધ ડેટા દર્શાવે છે કે, JN.1 વેરિઅન્ટ ન તો નવા કેસોમાં ઝડપથી વધારો થઇ રહ્યો છે. ભારતમાં વર્ષોથી કોવિડ-19ના 3 વેરિયેન્ટ જોવા મળ્યા છે, જેમાં એપ્રિલ-જૂન 2021 દરમિયાન ડેલ્ટા વેવ દરમિયાન રોજિંદા નવા કેસ અને મૃત્યુ નોંધાયા છે. 7 મે, 2021 ના રોજ, કોરોનાના 414,188 નવા કેસ અને 3,915 મૃત્યુ નોંધાયા હતા. મંત્રાલયની વેબસાઇટ અનુસાર, કોરોના સંક્રમણમાંથી સાજા થનારા લોકોની સંખ્યા 4.4 કરોડથી વધુ છે, જેમાં રાષ્ટ્રીય રિકવરી રેટ 98.81 ટકા છે. દેશમાં અત્યાર સુધીમાં કોવિડ-19 રસીના 220.67 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.


