- હુથી બળવાખોરોએ બાબ અલ મંડેબ સ્ટ્રેટમાં ભારતીય કાર્ગો જહાજ પર છોડી મિસાઈલ
- પ્રથમ વખત ઇંધણ વહન કરતા જહાજને નિશાન બનાવવાનો પ્રયાસ
- ભારતીય કાર્ગો જહાજ કર્ણાટકના મેંગલુરુથી થયું હતું રવાના
યમનના હુથી બળવાખોરોના કબજા હેઠળના વિસ્તારમાંથી બાબ અલ મંડેબ સ્ટ્રેટમાં ભારતીય કાર્ગો જહાજ પર બે મિસાઇલ છોડવામાં આવી હતી, પરંતુ જહાજ હિટ થવાથી બચી ગયું હતું. તે ભારતીય કંપનીના જેટ ફ્યુઅલથી ભરેલું કોમર્શિયલ ટેન્કર લઈને જઈ રહ્યું હતું. આ પહેલી ઘટના છે જ્યારે ઈંધણ લઈ જતા જહાજને નિશાન બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ અંગે હુથી તરફથી તાત્કાલિક કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી.
તમને જણાવી દઈએ કે ભારતીય કાર્ગો જહાજ કર્ણાટકના મેંગલુરુથી રવાના થયું હતું. તે લાલ સમુદ્રમાં સુએઝ કેનાલ તરફ ઉત્તર તરફ આગળ વધી રહ્યું હતું. જહાજ પર સશસ્ત્ર સુરક્ષાકર્મીઓ તૈનાત હતા. પ્રાઈવેટ ઈન્ટેલિજન્સ ફર્મ એમ્બ્રે કહ્યું કે, સશસ્ત્ર લોકોને વહાણમાં ચઢતા અટકાવવા માટે બોર્ડ પર તૈનાત સુરક્ષા કર્મચારીઓએ નાની નાવમાં પર પણ ગોળીબાર કર્યો હતો.
આર્ડમોર શિપિંગ કોર્પોરેશને શું કહ્યું?
આર્ડમોર શિપિંગ કોર્પોરેશનનું કહેવું છે કે જહાજમાં કોઈ પણ વ્યક્તિ ચઢવા સક્ષમ ન હતું. તમામ ક્રૂ મેમ્બર સુરક્ષિત છે. જહાજમાં પણ કોઈ પ્રકારની સમસ્યા નથી. તે સંપૂર્ણ રીતે કાર્યરત છે. બીજી તરફ, અમારી તરફ આવી રહેલા શંકાસ્પદ હુતી ડ્રોનને અમેરિકન યુદ્ધ જહાજ દ્વારા તોડી પાડવામાં આવ્યું છે. એક અધિકારીએ જણાવ્યું કે આ હુમલામાં કોઈને નુકસાન થયું નથી.


