- છ દિવસની પ્રક્રિયા છ મહિનેથી લટકી
- રજૂઆત પછી ઉકેલ ન આવતા કર્મચારીઓમાં રોષ
- હવે પગાર વધારાનો લાભ નહીં મળે
બિન સચિવાલય સંવર્ગની 15થી વધુ કેડરોમાં ખાતાકીય બઢતી પરીક્ષા યોજ્યાના છ મહિના પછી પણ ગુજરાત રાજ્ય ગૌણ સેવા પસંદગી મંડળે પરિણામ જાહેર કર્યુ નથી. જેથી વર્ષના અંતે 1,200થી વધારે વર્ગ-3ના કર્મચારીઓને સિનિયર સ્કેલમાં પ્રમોશન અને કેટલાકને વર્ગ-2માં પ્રમોશન તો નહી જ મળે પરંતુ, છ મહિના સુધી એક સ્થળે પોસ્ટિંગથી કાર્યાનુભાવ ન થવાના સંજોગોમાં વર્ષ- 2024માં જૂન પછી મળનારો પગાર વધારાનો લાભ પણ મળશે નહી. પરીક્ષા પછીના માત્ર છ જ દિવસની પ્રક્રિયાને છ મહિના વિત્યા પછી પણ ઉકેલ ન આવતા સેંકડો કર્મચારીઓમાં સરકાર અને ગૌણ સેવા પસંદગી મંડળ સામે ભારે રોષ છે.
નોંધણી સર નિરીક્ષકના તાબા હેઠળ સબ રજિસ્ટ્રા, અગ્ર મુખ્ય વનસંરક્ષક હસ્તકના બીટ ગાર્ડ, કારકુન, હિસાબનીશ, વિકસતી જાતિ કલ્યાણના મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી, મુખ્ય વિદ્યુત નિરીક્ષકના વર્ગ-2ના વહીવટી અધિકારી, મત્સ્યોદ્યોગ કમિશનરેટના તાંત્રિક અધિકારી, શ્રામ આયુક્તના કોર્ષ- 3,માહિતી નિયામક, બાગાયત નિયામક, પંચાયત સેવા પસંદગી મંડળ, સુપ્રિન્ટેન્ડન્ટ ઑફ્ સ્ટેમ્પ્સ, રાજ્ય વેરા કમિશનરેટ સહિત અનેક વિભાગોમાં ફરજ બજાવતા વર્ગ-3ના કર્મચારીઓની ખાતાકીય પરીક્ષા માટે ગૌણસેવા પસંદગી મંડળે ત્રીજી જુલાઈથી આઠમી જૂલાઈ વચ્ચે ખાતાકીય પરીક્ષાનું આયોજન કર્યુ હતુ. છ મહિના પહેલા આ પરીક્ષા યોજાયા બાદ તે જ દિવસ સાંજે આન્સરશીટનું ર્ંસ્ઇથી સ્નેકિંગ પણ થઈ ગયુ હતુ. એથી, આ 15 ખાતાકીય પરીક્ષાઓની પ્રોવિઝનલ આન્સર કી ઓગસ્ટમાં મુકાઈ હતી.


