- મનારિનો અને માર્કોસ ગિરોન પણ અંતિમ-4માં પહોંચ્યા
- પોલે 11મી ગેમમાં એક મહત્ત્વપૂર્ણ બ્રેક મેળવ્યો હતો
- ગિરોને 2023ના ઓક્ટોબર બાદ પ્રથમ વખત ટોપ-20માં સામેલ ખેલાડી સામે વિજય મેળવ્યો છે
અમેરિકાના ટોમી પોલે ડલાસ ઓપન એટીપી ટેનિસ ટૂર્નામેન્ટની ક્વાર્ટર ફાઇનલમાં જર્મનીના ડોમિનિક કિફરને રસાકસી બાદ 7-5, 6-3થી હરાવીને પોતાની બીજી ટ્રોફી તરફ આગેકૂચ જારી રાખી હતી. તેનો આગામી મુકાબલો બેન શેલ્ટન સામે થશે જેણે પ્રથમ સેટમાં પાછળ રહ્યા બાદ જોર્ડન થોમસને 6-7(2), 6-4, 6-4થી હરાવ્યો હતો. બીજી તરફ માર્કોસ ગિરોને ટોચના ક્રમાંકિત ફ્રાન્સેસ્કો ટિયાફોને સીધા સેટમાં 6-1, 6-4થી હરાવીને અપસેટ સર્જ્યો હતો. ગિરોને 2023ના ઓક્ટોબર બાદ પ્રથમ વખત ટોપ-20માં સામેલ ખેલાડી સામે વિજય મેળવ્યો છે. તેનો આગામી મુકાબલો ચોથા ક્રમાંકિત એડ્રિયન મનારિનો સામે થશે. જેન્સ ડકવર્થ મેચમાં 6-2, 3-1ના સ્કોરે રિટાયર્ડ થતા મનારિનો સેમિફાઇનલમાં પહોંચી ગયો હતો. ટોમી પોલ અને ડોમિનિકની મેચના પ્રથમ સેટમાં પાંચ વખત સર્વિસ બ્રેક થઇ હતી અને પોલે 11મી ગેમમાં એક મહત્ત્વપૂર્ણ બ્રેક મેળવ્યો હતો.


