મુંબઈ : વૈશ્વિક અર્થતંત્ર માટે ઈઝરાયેલ-હમાસ યુદ્વ વકરતું જઈ મિડલ ઈસ્ટમાં વધતી અશાંતિના પરિણામે ખતરાંના સંકેત તમ જ વૈશ્વિક મંદીના ભય વચ્ચે ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ ફરી તૂટતાં વૈશ્વિક બજારોમાં ધોવાણ પાછળ ભારતીય શેર બજારોમાં પણ ફંડો સાવચેત બની ગયા હતા. ઈન્ડેક્સ શેરો સન ફાર્મા, સ્ટેટ બેંક, કોટક મહિન્દ્રા, એક્સિસ બેંક, એનટીપીસી, ઈન્ડસઈન્ડ બેંક, અલ્ટ્રાટેક સિમેન્ટ, આઈસીઆઈસીઆઈ બેં,ક, ટેક મહિન્દ્રા, નેસ્લે ઈન્ડિયામાં તેજીએ આરંભિક તેજી જોવાયા બાદ ફંડોએ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, બજાજ ફાઈનાન્સ, એચડીએફસી બેંક, ટીસીએસ, મહિન્દ્રા, આઈટીસી, લાર્સન સહિતના ફ્રન્ટલાઈન શેરોમાં તેજીનો વેપાર હળવો કરતાં સેન્સેક્સ, નિફટી બેઝડ અંતે નરમાઈ રહી હતી. સેન્સેક્સ આરંભમાં ૬૫૦૨૧.૨૯ સુધી પહોંચ્યા બાદ નીચામાં ૬૪૬૩૮.૧૦ સુધી આવી અંતે ૧૬.૨૯ પોઈન્ટ ઘટીને ૬૪૯૪૨.૪૦ બંધ રહ્યો હતો. જ્યારે નિફટી સ્પોટ ઉપરમાં ૧૯૪૨૩.૫૦ સુધી પહોંચી નીચામાં ૧૯૩૨૯.૧૦ સુધી આવી અંતે ૫.૦૫ પોઈન્ટ ઘટીને ૧૯૪૦૬.૭૦ બંધ રહ્યો હતો.
બેંકેક્સ ૨૪૧ પોઈન્ટ વધ્યો : ફેડરલ બેંક, ઈન્ડસઈન્ડ બેંક, એક્સિસ બેંક, કેનેરા બેંક, સ્ટેટ બેંકમાં આકર્ષણ
બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં ફંડોની એકંદર લેવાલી રહી હતી. ફેડરલ બેંક રૂ.૨.૮૫ વધીને રૂ.૧૪૭.૦૫, ઈન્ડસઈન્ડ બેંક રૂ.૧૮.૨૦ વધીને રૂ.૧૪૮૮.૪૦, એક્સિસ બેંક રૂ.૧૧.૯૦ વધીને રૂ.૧૦૨૧.૨૦, કેનેરા બેંક રૂ.૩.૭૦ વધીને રૂ.૩૮૭.૯૫, કોટક મહિન્દ્રા બેંક રૂ.૧૨.૬૫ વધીને રૂ.૧૭૫૨.૮૦, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૪.૦૫ વધીને રૂ.૫૭૮.૪૫ રહ્યા હતા. જ્યારે એચડીએફસી બેંક રૂ.૯.૦૫ ઘટીને રૂ.૧૪૮૫.૧૫, બેંક ઓફ બરોડા રૂ.૪.૫૫ ઘટીને રૂ.૧૯૧, બજાજ ફાઈનાન્સ રૂ.૬૨.૨૫ ઘટીને રૂ.૭૪૯૭.૮૦, એન્જલ વન રૂ.૭૩ ઘટીને રૂ.૨૫૪૯.૭૫, દૌલત અલ્ગોટેક રૂ.૨.૫૨ ઘટીને રૂ.૫૭.૯૮, એન્જલ વન રૂ.૭૩ ઘટીને રૂ.૨૫૪૯.૭૫ રહ્યા હતા.
હેલ્થકેર શેરોમાં ફંડોની બ્લિક જીવીએસ, ન્યુલેન્ડ લેબ., અલકેમ લેબ, ગ્લેન્ડ, પિરામલ ફાર્મામાં તેજી
હેલ્થકેર-ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓના શેરોમાં ફંડોની આજે સતત પસંદગીની લેવાલી રહેતાં તેજી જળવાઈ હતી. બ્લિસ જીવીએસ રૂ.૧૩.૯૫ ઉછળીને રૂ.૧૧૩.૩૯, ન્યુલેન્ડ લેબ રૂ.૫૩૩.૪૦ ઉછળીને રૂ.૪૫૮૮.૧૫, અલકેમ લેબ રૂ.૨૨૪.૩૦ ઉછળીને રૂ.૪૦૪૭, ગ્લેન્ડ રૂ.૭૯.૨૦ વધીને રૂ.૧૬૫૪.૦૫, પિરામલ ફાર્મા રૂ.૪.૫૫ વધીને રૂ.૧૧૩.૦૫, નારાયણ હ્યુદાલયા રૂ.૩૭.૫૫ વધીને રૂ.૧૦૭૫.૬૫, એડવાન્સ એન્ઝાઈમ રૂ.૯.૧૫ વધીને રૂ.૩૨૮.૩૦, દિશમેન કાર્બોજન રૂ.૪ વધીને રૂ.૧૫૩, પોલી મેડિક્યોર રૂ.૩૫.૬૦ વધીને રૂ.૧૪૦૬.૪૫ રહ્યા હતા. બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૨૯૬.૪૪ પોઈન્ટ વધીને ૨૯૬.૪૪ બંધ રહ્યો હતો.
એચપીસીએલના સારા પરિણામે રૂ.૧૬ ઉછળી રૂ.૨૭૮ : આઈઓસી, બીપીસીએલ વધ્યા : રિલાયન્સ ઘટયો
ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ જીઓપોલિટીકલ ટેન્શન વચ્ચે મંદીના ભયે ઝડપી ઘટી આવી બ્રેન્ટ ક્રુડ ૧.૪૬ ડોલર ઘટીને ૮૩.૭૨ ડોલર અને ન્યુયોર્ક-નાયમેક્ષ ક્રુડ ૧.૩૨ ડોલર ઘટીને ૭૯.૫૦ ડોલર થઈ જતાં ઓઈલ માર્કેટીંગ કંપનીઓને ફાયદો થવાના અંદાજો અને એચપીસીએલના પ્રોત્સાહક પરિણામે શેરોમાં આકર્ષણ રહ્યું હતું. એચપીસીએલ રૂ.૧૬.૨૦ ઉછળીને રૂ.૨૭૮.૨૫, આઈઓસી રૂ.૪.૯૭ વધીને રૂ.૧૦૪, બીપીસીએલ રૂ.૫.૮૦ વધીને રૂ.૩૭૧.૯૫ રહ્યા હતા. જ્યારે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ પ્રોફિટ બુકિંગે રૂ.૧૩.૪૦ ઘટીને રૂ.૨૩૨૫.૬૫ રહ્યો હતો.
ઓટો શેરોમાં પ્રોફિટ બુકિંગ : અપોલો ટાયર્સ, કયુમિન્સ, હીરો મોટોકોર્પ, મહિન્દ્રા, બાલક્રિષ્ન ઘટયા
ઓટોમોબાઈલ કંપનીઓના શેરોમાં આજે પ્રોફિટ બુકિંગ થતું જોવાયું હતું. અપોલો ટાયર્સ રૂ.૯.૦૫ ઘટીને રૂ.૩૮૪.૦૫, કયુમિન્સ ઈન્ડિયા રૂ.૨૪.૨૫ ઘટીને રૂ.૧૬૯૮.૯૫, હીરો મોટોકોર્પ રૂ.૩૬.૯૫ ઘટીને રૂ.૩૧૨૯.૬૦, બાલક્રિષ્ન ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧૫.૪૫ ઘટીને રૂ.૨૫૫૪, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૮.૦૫ ઘટીને રૂ.૧૪૭૯.૮૫, મારૂતી સુઝુકી રૂ.૨૧.૬૫ ઘટીને રૂ.૧૦,૨૬૦ રહ્યા હતા.
પીએસયુ શેરોમાં એમઆરપીએલ, હિન્દ એરોનોટિક્સ, સતલજ જલ, બીઈએમએલ, કોચીનમાં આકર્ષણ
પીએસયુ કંપનીઓના શેરોમાં આજે ફંડોએ વ્યાપક ખરીદી કરી હતી. એચપીસીએલ, આઈઓસી, સ્ટેટ બેંક સહિત વધનાર શેરો ઉપરાંત હિન્દુસ્તાન એરોનોટિક્સ રૂ.૯૦.૯૦ વધીને રૂ.૨૦૨૦.૯૫, સતલજ જલ વિદ્યુત રૂ.૩.૧૦ વધીને રૂ.૭૬.૫૫, બીઈએમએલ રૂ.૮૦.૭૫ વધીને રૂ.૨૧૨૦.૭૦, કોચીન શિપયાર્ડ રૂ.૩૯.૧૦ વધીને રૂ.૧૦૪૪, એમઆરપીએલ રૂ.૪.૨૦ વધીને રૂ.૧૧૩.૨૦, ઈરકોન ઈન્ટર રૂ.૫.૫૫ વધીને રૂ.૧૫૧.૬૫, બેંક ઓફ ઈન્ડિયા રૂ.૨.૪૦ વધીને રૂ.૧૦૩.૨૭ રહ્યા હતા.
ટાટા એલેક્સી રૂ.૩૧૪ ઉછળી રૂ.૮૧૪૫ : ૬૩ મૂન્સ, રામકોમાં આકર્ષણ : રેટગેઈન, બ્લેક બોક્સ ઘટયા
આઈટી શેરોમાં મિશ્ર ટ્રેન્ડ જોવાયો હતો. રેટગઈન રૂ.૩૧.૭૦ ઘટીને રૂ.૬૬૯, બ્લેક બોક્સ રૂ.૯.૮૫ ઘટીને રૂ.૨૩૫, બિરલાસોફ્ટ રૂ.૧૪.૦૫ ઘટીને રૂ.૫૮૩.૪૫, સિએન્ટ રૂ.૩૩.૩૫ ઘટીને રૂ.૧૬૫૬.૩૫, ઝેનસાર ટેકનો રૂ.૮.૬૫ ઘટીને રૂ.૪૯૫.૦૫ રહ્યા હતા. જ્યારે ટાટા એલેક્સી રૂ.૩૧૪.૪૦ ઉછળીને રૂ.૮૧૪૫, ક્વિક હિલ ટેક રૂ.૧૨.૯૦ વધીને રૂ.૩૩૪.૭૦, ૬૩ મૂન્સ ટેક રૂ.૫.૧૦ વધીને રૂ.૨૭૧, રામકો સિસ્ટમ રૂ.૪.૮૦ વધીને રૂ.૨૬૬.૪૦, તાન્લા પ્લેટફોર્મ રૂ.૧૫.૦૫ વધીને રૂ.૯૪૯.૫૦ રહ્યા હતા.
સ્મોલ, મિડ કેપ શેરોમાં ઓપરેટરો, ફંડો ફરી મોટાપાયે સક્રિય : ૧૯૨૯ શેરો પોઝિટીવ બંધ
ઈન્ડેક્સ બેઝડ આજે સેન્સેક્સ, નિફટીમાં વૈશ્વિક બજારો પાછળ સાવચેતી સામે ફંડો, ઓપરેટરોએ સ્મોલ, મિડ કેપ શેરોમાં સતત સક્રિય રહી તેજી કરતાં માર્કેટબ્રેડથ પોઝિટીવ જળવાઈ રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૮૧૩ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૧૯૨૯ અને ઘટનારની સંખ્યા ૧૭૬૦ રહી હતી.
FII/FPIની રૂ.૪૯૭ કરોડની ચોખ્ખી વેચવાલી : DIIની શેરોમાં રૂ.૭૦૦ કરોડની ચોખ્ખી ખરીદી
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે-મંગળવારે કેશમાં વેચવાલી મર્યાદિત બની રૂ.૪૯૭.૨૧ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી થઈ હતી. કુલ રૂ.૭૫૮૦.૬૫ કરોડની ખરીદી સામે કુલ રૂ.૮૦૭૭.૮૬ કરોડની વેચવાલી થઈ હતી. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની રૂ.૭૦૦.૨૮ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી થઈ હતી. કુલ રૂ.૮૫૯૬.૦૧ કરોડની ખરીદી સામે કુલ રૂ.૭૮૯૫.૭૩ કરોડની વેચવાલી થઈ હતી.