- પાંચ કિમી રૂટના શિવરાત્રી મેળાના રમણીય દ્રશ્યો
- મેળાની અલૌકિક સુંદરતા જોવા મળી
- લાખોની સંખ્યામાં યાત્રાળુઓ ઉમટયાં
દર વર્ષે આ મહાપર્વ નિમિત્તે જૂનાગઢમાં ભવનાથની તળેટીમાં ભવ્ય શિવરાત્રી મેળો ભરાય છે. આ મેળામાં દેશ-વિદેશમાંથી શ્રદ્ધાળુઓ આવે છે.5 માર્ચથી આ મેળાની શરૂઆત કરવામાં આવી હતી,જે 8 માર્ચ સુધી ચાલશે,મેળાના બીજા દિવસે રમણીય આકાશી દશ્યો સામે આવ્યાં છે,જે જોવાનુ તમે પણ ચૂકતા નહી.ભવનાથમાં અનાદિ કાળથી મહાશિવરાત્રી મેળાનું આયોજન કરવામાં આવે છે. જૂનાગઢમાં ભગવાન શ્રી કૃષ્ણના સમયથી મહાશિવરાત્રી મેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.આ ચાર દિવસીય મેળાને લઈને વહીવટી તંત્ર વન વિભાગ મહાનગરપાલિકા દ્વારા વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી છે અને બહારથી આવતા યાત્રાળુઓ પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટેની તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે ઉપરાંત મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે દૂર દૂરથી આવતા સાધુ સંતો અને મહંતોને પણ કોઈ અગવડતા ન પડે તે માટે વહીવટી તંત્ર તેમજ અલગ અલગ વિભાગ દ્વારા તૈયારીઓ આરંભી દેવામાં આવી છે ત્યારે આજે મહામંડલેશ્વર મહેન્દ્રગીરી બાપુ અને સાધુ સંતો દ્વારા ભવનાથ તીર્થક્ષેત્રની વ્યવસ્થાઓને લઈને નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
આકાશી દશ્યો આવ્યા સામે
મેળામાં મોટી સંખ્યામાં લોકો દેશ-વિદેશમાં આવતા હોય છે,મેળાનું પણ અનોખું મહત્વ વર્ષોથી એક પરંપરા સાથે સંકળાયેલું છે,તમને આજે આકાશી દશ્યો બતાવીએ છીએ જે જોઈને તમે પણ ખુશ થઈ જશો,હા મેળાના આકાશી દશ્યો સામે આવ્યા છે,જેમાં જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડયું છે,જયા જુઓ ત્યાં ભીડ જોવા મળી રહી છે,પોલીસ દ્રારા તેમજ તંત્ર દ્રારા તમામ વ્યવસ્થાઓ કરાઈ છે જેને કારણે કોઈને અગવડ ના પડે,સાથે સાથે ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવાયો છે.
ભગવાન કૃષ્ણનાં સમયથી મેળાનું આયોજન
જૂનાગઢમાં ભગવાન શ્રીકૃષ્ણના સમયથી મહાશિવરાત્રી મેળાનું આયોજન કરવામાં આવે છે. શ્રી કૃષ્ણ દ્વારા મહાશિવરાત્રીના ઉત્સવ અને મેળાની શરૂઆત કરવાની ધાર્મિક માન્યતા અને પુરાવા આજે પણ મહાભારતમાં જોવા મળે છે. ત્યારે જણાવી દઈએ કે, જૂનાગઢના નવાબ અને તે સમયના શાસકોએ ઈતિહાસમાં સતત 5 વખત આ મેળો બંધ રાખવો પડ્યો હતો, જેના પુરાવા આજે પણ પ્રાચીન ગ્રંથોમાં જોવા મળે છે.જૂનાગઢમાં ભગવાન શ્રીકૃષ્ણના સમયથી મહાશિવરાત્રી મેળાનું આયોજન કરવામાં આવે છે. શ્રી કૃષ્ણ દ્વારા મહાશિવરાત્રીના ઉત્સવ અને મેળાની શરૂઆત કરવાની ધાર્મિક માન્યતા અને પુરાવા આજે પણ મહાભારતમાં જોવા મળે છે. ત્યારે જણાવી દઈએ કે, જૂનાગઢના નવાબ અને તે સમયના શાસકોએ ઈતિહાસમાં સતત 5 વખત આ મેળો બંધ રાખવો પડયો હતો, જેના પુરાવા આજે પણ પ્રાચીન ગ્રંથોમાં પણ જોવા મળે છે.


