- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નવસારીની મુલાકાતે
- કાર્યક્રમમાં સી.આર પાટીલ, મુળુભાઇ બેરા ઉપસ્થિત
- યાત્રા અંદાજિત 1000 કી.મીનું અંતર કાપશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નવસારીની મુલાકાતે છે. જેમાં વન સેતુ ચેતના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં છે. તથા વાંસદાથી CMના હસ્તે ગૌરવ યાત્રાનો પ્રારંભ થશે. યાત્રાધામ ઉનાઈથી ગૌરવ યાત્રાની શરુઆત છે. જેમાં CM ભૂપેન્દ્ર પટેલે અંબા માતાજીના દર્શન કર્યા છે. તેમજ કાર્યક્રમમાં સી.આર પાટીલ, મુળુભાઇ બેરા ઉપસ્થિત છે.
ઉનાઇ માતાના દર્શન કરીને ચેતના યાત્રાનો પ્રારંભ
વન ચેતના યાત્રા 14 જિલ્લાના 28 તાલુકાઓમાં ફરશે. જેમાં કાર્યક્રમમાં સંબોધન કરતા CM ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે ઉનાઇ માતાના દર્શન કરીને ચેતના યાત્રાનો પ્રારંભ કરાવ્યો છે. અયોધ્યામાં 22મી તારીખે રામલલા બિરાજમાન થશે. આપણે સૌ નસીબદાર છીએ કે આ ધરતી પર વસ્યા. પુરાણો અને ઇતિહાસમાં પણ રામમંદિરનો ઉલ્લેખ છે. દંડક અરણ્યમાં ભગવાન રામ રોકાયા હતા.
દંડક અરણ્યમાં પ્રભુ રામે શબરીના બોર ખાધા હતા
દંડક અરણ્યમાં પ્રભુ રામે શબરીના બોર ખાધા હતા. દંડક અરણ્યના આ વિસ્તારમાં શબરી ધામ છે. આ ભૂમિ પર આવવાની મને તક મળી તેનું સૌભાગ્ય છે. ભારતને 2047 સુધી વિકસિત બનાવવાનો સંકલ્પ છે. સીતામાતાની જન્મતિથિએ આ યાત્રા શરૂ કરાઇ છે. આ યોજના માટે 52000 કરોડની ફાળવણીનું આયોજન છે. આદિવાસી ગામોમાં 24 કલાક વીજળી મળે તેવા પ્રયત્ન કર્યા છે. આરોગ્ય સેવાઓ, મલ્ટિસ્પેશ્યાલિટી હોસ્પિટલ્સનું આયોજન છે. નવસારી સહિતના વિસ્તારમાં મેડિકલ કોલેજ શરૂ કરવા જઇ રહ્યા છીએ. ગુજરાત સરકારની 1000 કિમીની ‘વન સેતુ ચેતના યાત્રા’ શરૂ થઇ છે. મુખ્યત્વે આ યાત્રા વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત, ભરુચ, નર્મદા, પંચમહાલ, છોટાઉદેપુર, દાહોદ, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા અને બનાસકાંઠા એમ કુલ 14 જિલ્લામાંથી પસાર થઈ અંદાજિત 1000 કી.મીનું અંતર કાપી તા.22 જાન્યુઆરીએ અંબાજી ખાતે પૂર્ણ થશે. તેમજ યાત્રામાં અંદાજિત 51 જેટલા આદિજાતિ તાલુકાના ગામોના અંદાજિત 3 લાખ આદિવાસી ભાઈઓ બહેનોને સાંકળી લેવામાં આવશે.


