- ફેબ્રુઆરીની શરૂઆતમાં જ ગરમીનો અહેસાસ
- રાજ્યમાં બપોરે ગરમી સાથે મિશ્ર ઋતુનો અનુભવ
- લઘુત્તમ તાપમાનમાં વધારો થતા ઠંડી ઘટી
ફેબ્રુઆરીની શરૂઆતમાં જ ગરમીનો અહેસાસ થઇ રહ્યો છે. જેમાં રાજ્યમાં બપોરે ગરમી સાથે મિશ્ર ઋતુનો અનુભવ થાય છે. મહત્તમ તાપમાન 35 ડિગ્રી પર પહોંચ્યુ છે. લઘુત્તમ તાપમાનમાં વધારો થતા ઠંડી ઘટી છે. તથા નલિયામાં 14 ડિગ્રી, ગાંધીનગરમાં 16 ડિગ્રી તેમજ કેશોદમાં પણ 16 ડિગ્રી, મહુવામાં 17 ડિગ્રી તાપમાન છે.
ઉત્તર ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમા ગરમી અનુભવાઈ
કંડલા, અમરેલી, વડોદરા 17 ડિગ્રી તેમજ અમદાવાદ, ડિસા, ભાવનગરમાં 18 ડિગ્રી અને ઓખા અને પોરબંદરમાં 19 ડિગ્રી તાપમાન, સુરત અને રાજકોટમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી, વડોદરા, કેશોદ અને મહુવામાં 34 ડિગ્રી તાપમાન સાથે અમદાવાદ અને ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી છે. એક સપ્તાહમાં લઘુત્તમ તાપમાનમાં 7 ડિગ્રીનો વધારો નોંધાતા ગરમી ભર્યું વાતાવરણ સર્જાઈ રહ્યું છે. ત્યારે રવિવારે લઘુતમ તાપમાનનો પારો 19 ડિગ્રી નજીક પહોંચી જતા ઉત્તર ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમા ગરમી અનુભવાઈ હતી.
24 કલાક દરમિયાન તાપમાનમાં કોઈ ફેરફર જોવા મળશે નહી
હવામાન વિભાગના જણાવ્યા મુજબ 24 કલાક દરમિયાન તાપમાનમાં કોઈ ફેરફર જોવા મળશે નહી. માત્ર બનાસકાંઠાના કેટલાક વિસ્તારમાં સામાન્ય વરસાદની સંભાવના સેવાઈ છે. ઉત્તર ગુજરાતમાં રવિવારે દિવસ દરમિયાન ઠંડીથી ભારે રાહત મળી હતી. મહેસાણા, પાટણ, પાલનપુર, હિંમતનગર અને મોડાસામાં લઘુતમ તાપમાનનો પારો 17થી19 ડિગ્રી નજીક પહોચી જતા સવારે અને મોડી રાત્રીએ ઠંડી તો બપોરે ગરમી સાથે મિશ્રાઋતુ અનુભવાઈ હતી.


