- જૂનિયર ક્લાર્કની ભરતી પરીક્ષા MCQ પદ્ધતિથી લેવાશે
- વિવિધ 21 સંવર્ગની ભરતી માટે મુખ્ય લેખિત પરીક્ષા લેવાશે
- હેડક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ સહિતની પરીક્ષા લેવાશે
સરકારી ભરતી પરીક્ષાની તૈયારી કરતાં ઉમેદવારો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં રાજ્ય સરકાર દ્વારા વર્ગ ત્રણની ભરતી માટે સરકારે નિયમોમાં ફેરફાર કર્યા છે. જેમાં હવે જૂનિયર ક્લાર્કની ભરતી પરીક્ષા MCQ પદ્ધતિથી લેવામાં આવશે.
રાજ્યમાં વર્ગ 3ની સરકારી ભરતીને અંગે સત્તાવાર માહિતી સામે આવેલ વિગત અનુસાર વર્ગ ત્રણની ભરતી માટે સરકારે નિયમોમાં મોટા બદલાવ કર્યા છે. જેના પરિણામે હવે જૂનિયર ક્લાર્કની ભરતી પરીક્ષા MCQ પદ્ધતિથી લેવામાં આવશે. જેની સંપૂર્ણ યાદી નીચે મુજબ છે.


આ અંગેના નિયમોમાં હેડક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ સહિત વિવિધ 21 સંવર્ગની ભરતી માટે મુખ્ય લેખિત પરીક્ષા લેવામાં આવે તેવો પણ નિર્ણય કરવામાં આવ્યો છે. આ અંગે સામાન્ય વહિવટ વિભાગ દ્વારા સત્તાવાર રીતે નોટિફિકેશન બહાર પાડી જણાવવામાં આવ્યું છે.


