- ભરતી-બઢતી માટે 80-20નો રેશિયોનું અર્થઘટન ખોટું થતું
- 80% સીધી ભરતીથઈ 20% બઢતીનું અર્થઘટન થતું હતું
- 20% યોગ્ય લાયકાતવાળા કર્મી મળે તો અપાશે બઢતી
રાજ્ય સરકારે વર્ગ-3 માટે સુધારા કરતો પરિપત્ર કર્યો છે.જેમાં બઢતીના નિયમોમાં સુધારા કરતો પરિપત્ર છે. તેમાં ભરતી-બઢતી માટે 80-20નો રેશિયોનું અર્થઘટન ખોટું થતું હતુ. જેમાં 80% સીધી ભરતી થઈ છે. તેમાં 20% બઢતીનું અર્થઘટન થતું હતુ. 20% યોગ્ય લાયકાતવાળા કર્મી મળે તો બઢતી અપાશે. તેમજ યોગ્ય કર્મી બઢતી માટે ન મળે તો સીધી ભરતી કરાશે.
બઢતી માટે 20 ટકાની મર્યાદા જાળવવી પડશે
બઢતી માટે 20% ની મર્યાદા જાળવવાનો ઉલ્લેખ છે. જેમાં રાજ્ય સરકાર દ્વારા વર્ગ ત્રણ માટે બઢતીના નિયમોમાં સુધારો કરતો પરિપત્ર કર્યો છે. તેમાં રાજ્ય સરકારમાં વર્ગ ત્રણની સીધી ભરતી અને બઢતી માટે 80-20 નો રેશિયો જાળવવા નો અર્થઘટન ખોટું થતું હતું. તેમાં હવે 80% સીધી ભરતીથી અને 20 ટકા બઢતીથી જગ્યાઓ ભરવા માટેનું અર્થઘટન કરવામાં આવતું હતું. જેમાં હવે નવા પરિપત્રમાં 20 ટકા યોગ્ય લાયકાતવાળા કર્મચારી મળે તો તેને બઢતી આપવી તેમજ જો યોગ્ય કર્મચારી બઢતી માટે ન મળે તો તે જગ્યા પણ સીધી ભરતીથી ભરવાનો નિર્ણય કર્યો છે. જેમાં બઢતી માટે 20 ટકાની મર્યાદા જાળવવી પડશે.


