- આગામી 5 દિવસમાં હીટવેવની સંભાવના નહિવત
- અમરેલીમાં સૌથી વધુ 39 ડિગ્રી તાપમાન નોંધાયુ
- અમદાવાદમાં ગરમીનો પારો 37.6 ડિગ્રીએ પહોંચ્યો
રાજ્યમાં આગામી 5 દિવસમાં હીટવેવની સંભાવના નહિવત છે. તેમજ અમરેલીમાં સૌથી વધુ 39 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. તથા અમદાવાદમાં ગરમીનો પારો 37.6 ડિગ્રીએ પહોંચ્યો છે. ભાવનગરમાં 38.7 ડિગ્રી, રાજકોટ અને ભુજમાં 38 ડિગ્રી તેમજ વડોદરા અને છોટાઉદેપુરમાં 37.4 ડિગ્રી તાપમાન રહ્યું છે.
સુરત અને ડાંગમાં 37.8 ડિગ્રીએ તાપમાન પહોંચ્યું
સુરત અને ડાંગમાં 37.8 ડિગ્રીએ તાપમાન પહોંચ્યું છે. એપ્રિલથી જૂન સુધી લોકોને આકરી ગરમી અને હીટવેવનો સામનો કરવો પડશે. હવામાન વિભાગે એમ પણ કહ્યું છે કે એપ્રિલથી જૂનના સમયગાળા દરમિયાન વધુ ગરમી પડશે. તેની સૌથી ખરાબ અસર મધ્ય અને પશ્ચિમી દ્વીપકલ્પના ભાગો પર જોવા મળશે. આઇએમડીના મહાનિર્દેશક મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું હતું કે એપ્રિલ-જૂન મહિના દરમિયાન દેશના મોટાભાગના ભાગોમાં મહત્તમ તાપમાન સામાન્યથી વધુ રહેવાની સંભાવના છે.
એપ્રિલ મહિનાથી શરુઆતથી જ ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે
હવામાન વિભાગના જણાવ્યા પ્રમામે એપ્રિલ મહિનામાં આમ તો તાપમાન સામાન્ય રહેશે પરંતુ પ્રથમ સપ્તાહમાં બે દિવસ તાપમાનમાં વધારો થશે. બાદમાં તાપમાન સામાન્યથી નીચુ રહેશે. રાજ્યના તાપમાનમાં સામાન્ય કરતા એક ડિગ્રીનો ઘટાડો થશે. એપ્રિલ મહિનાના બીજા સપ્તાહમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં તાપમાન સામાન્ય રહેશે. એપ્રિલના ત્રીજા અને ચોથા અઠવાડિયામાં પણ સૌરાષ્ટ્રમાં તાપમાન સામાન્ય કરતા ઉંચુ રહેશે. એપ્રિલ મહિનાથી શરુઆતથી જ ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે.


