- નબળા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અલ નીનોના કારણે જોઈએ તેવી ઠંડી પડતી નથી
- 22-23 ડિસેમ્બરથી ગાત્રો થીજવતી ઠંડી આવી શકે
- જાન્યુઆરી માસ પણ ઠંડો રહે તેમ અંબાલાલ દા.પટેલે જણાવ્યું
આ શિયાળામાં નબળા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવે છે એટલે આ વખતે જોઈએ તેવી ઠંડી પડી નથી. વળી અલ નીનોની અસરના કારણે સમુદ્રનું પાણી પણ ગરમ રહેતું હતું. જેના કારણે બંગાળના ઉપસાગરમાં ભારે ચક્રવાત થવામાં હતા અને અરબ સાગરમાં પણ હલચલ થવામાં હતી. ગાત્રો થીજવતી ઠંડી અંગે જોઈએ તો 22-23 ડિસેમ્બરમાં દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ટોચના ભાગમાં ભારે હિમવર્ષા થતા ગુજરાતના ભાગોમાં પણ ગાત્રો થીજવતી ઠંડી 5ડી શકે છે. ડિસેમ્બરનું અંતિમ સપ્તાહ પણ હવામાન પલ્ટાવાળું રહે અને વાદળવાયું, માવઠા જેવું રહશે. જાન્યુઆરી માસ પણ ઠંડો રહે તેમ અંબાલાલ દા.પટેલે જણાવ્યું છે.
સામાન્ય રીતે અરબ સાગરમાં ડિસેમ્બરમાં ક્યારેક જ સાયક્લોન બને છે. 1891થી 1960 સુધીમાં જોઈએ તો ડિસેમ્બર માસમાં અરબ સાગરમાં ત્રણ ચક્રવાત બન્યા હતા જેમાંથી એક જ મજબૂત હતું. વળી અલ નીનોના કારણે પણ ઠંડી ઓછી રહી હોય તેવું જણાય છે.
ડિસેમ્બરમાં પશ્ચિમી વિક્ષેપ અંગે જોઈએ તો હાલમાં એક પશ્ચિમી વિક્ષેપની અસર હેઠળ પાકિસ્તાનમાં વાદળો આવ્યા હોય તેમ જણાય છે અને ધીરે ધીરે તા.16થી 18માં ઉત્તર ભારતના ભાગોમાં આવવાની શક્યતા રહેશે. આથી તા.16 થી 18માં ગુજરાતમાં વાદળો આવી શકે. પરંતુ પશ્ચિમી વિક્ષેપમાં ઘણી ઉંચાઈએ ભેજ હોવો જોઈએ. માત્ર નીચે ભેજ હોય તો ઠંડક વળતા ધુમ્મસ જ થાય છે. પરંતુ હવે ધીરે ધીરે એક પછી એક હલકા ભારે પશ્ચિમી વિક્ષેપ આવશે. આ પશ્ચિમી વિક્ષેપની અસર હેઠળ તા.16 થી 18માં હવામાન પલટાય અને તા.23મી ડિસેમ્બર સુધીમાં નાતાલ પૂર્વે માવઠું થવાની શક્યતા રહે. આ માવઠાની અસર દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાંથી પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તર પશ્ચિમ ભાગ અને છેક ગુજરાતના ભાગ સુધી અસર થવાની શક્યતા રહે.
આ વખતે અરબ સાગરનો ભેજ પણ મળે અને પશ્ચિમી વિક્ષેપની અસર તળે આ ભેજ ભળી જતા ગુજરાતના ભાગો સુધીમાં માવઠું થવાની શક્યતા રહે. ઉત્તર ભારતના ભાગોમાં કમોસમી વરસાદ ગાજવીજ અને કરાં સાથે પડવાની શક્યતા રહે. ડિસેમ્બરના અંતિમ સપ્તાહમાં પણ હવામાનમાં પલટો આવે. દક્ષિણ ચીન તરફ ચક્રવાતોના કારણે ચીનની બાજુમાં ચક્રવાતોનું નામ અલગ ગણાય છે પણ આ ચક્રવાતના અવશેષો બંગાળના ઉપસાગરમાં આવતા બંગાળના ઉપસાગરમાં હલચલ જોવા મળે.
ચરોતરમાં ચાલુ માસમાં માવઠાની બેથી વધુ સિસ્ટમ રચાવાની વકી
ચરોતરમાં શિયાળુઋતુ ધીરે-ધીરે મધ્યાવસ્થા તરફ ગતિ કરી રહી હોઇ સમયાંતરે ઠંડીમા વધારા-ઘટાડાની સ્થિતિ સર્જાતી રહે છે. જોકે ઠંડીની ઋતુ છતા સર્જાતી જુદી-જુદી સિસ્ટમોને લઇને વાતાવરણમા પલ્ટો આવીને કમોસમી વરસાદની સ્થિતિ સર્જાતી રહે છે. ત્યારે આણંદ-ખેડા જિલ્લામા ચાલુ માસમાં માવઠાની બેથી વધુ સિસ્ટમ રચાવાની શક્યતાઓ હવામાન તજજ્ઞોએ વ્યક્ત હ્યૃરી છે. જોકે માવઠાની આગાહી ખેડૂતો માટે ચિંતનો વિષય બની છે.


