- હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિએ આપેલા નિર્ણયમાં હસ્તક્ષેપ ના કરવો જોઇએ : સુપ્રીમ
- અંજુમન ઇંતજામિયા મસ્જિદ કમિટી દ્વારા થયેલી અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી
- મસ્જિદ કમિટી તરફથી હાજર રહેલા વકીલ હુજૈફા અહમદીની દલીલો સાંભળ્યા પછી અરજીને ફગાવી
સુપ્રીમ કોર્ટે શુક્રવારે અંજુમન ઇંતજામિયા મસ્જિદ કમિટી દ્વારા થયેલી અરજીને ફગાવી દીધી હતી. અલ્હાબાદ હાઇકોર્ટના વડા ન્યાયમૂર્તિએ જ્ઞાનવાપી કેસને કોર્ટની બીજી પીઠને ટ્રાન્સફર કરવા લીધેલા નિર્ણયને પડકારતાં મસ્જિદ કમિટીએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. સુપ્રીમ કોર્ટે તે અરજીને હવે ફગાવી દીધી છે. મુખ્ય ન્યાયમૂર્તિ ડી.વાય.ચંદ્રચૂડ , જસ્ટિસ જે.બી.પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બનેલી પીઠે અંજુમન ઇંતજામિયા મસ્જિદ કમિટી તરફથી હાજર રહેલા વકીલ હુજૈફા અહમદીની દલીલો સાંભળ્યા પછી અરજીને ફગાવી દીધી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે હાઇકોર્ટે આપેલા નિર્ણયમાં આપણે હસ્તક્ષેપ ના કરવો જોઇએ. હાઇકોર્ટની આ સ્ટાન્ડર્ડ પ્રક્રિયા છે. મુખ્ય ન્યાયમૂર્તિ તેનો અધિકાર ધરાવે છે. હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશે જ્ઞાનવાપી કેસને એકલ પીઠ પાસેથી ટ્રાન્સફર કરીને બીજી એક પીઠને સોંપતાં તે નિર્ણયને પડકારતાં અંજુમન ઇન્તેજામિયા મસ્જિદ કમિટીએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.