ધી સુરત મ્યુ. પ્રા.સ્કુ.ટી.કો.ઓપ.ક્રેડિટ સો. લિ અડાજણ દ્વારા “લ્હાણી વિતરણ”
૧૪૦૦થી વધારે સભાસદોને ભેટ અપાઇ
અગ્ર ગુજરાત, રાજકોટ
ધી સુરત મ્યુ. પ્રા. સ્કૂ. ટી.કો. ઓપ ક્રેડિટ સો. લિ અડાજણ સુરત દ્વારા વર્ષ ૨૦૨૩ અને ૨૦૨૪ ના વર્ષ ના ૧૪૦૦ સભાસદો માટે લ્હાણી વિતરણનો કાર્યક્રમ સુરત શહેરના લિંબાયત, કતારગામ વરાછા અને મંડળીની ઓફિસ પરથી યોજવામાં આવેલ. તમામ સભાસદો માટે એરિસ્ટોકેટ ટ્રાવેલિંગ બેગ અને બર્ગનર કંપનીનું ટ્રી પ્લાય ત્રાસલુ ભેટ આપવામાં આવેલ. શિક્ષકોની જૂની સોસાયટીની મંડળી ૧૦૦ વર્ષ જૂની છે. મંડળીનો સમગ્ર વહીવટ ઓનલાઇન બેજ છે. મંડળી દર વર્ષે તમામ સભાસદોને બચત પર ડિવિડન્ડ આપે છે. મંડળીના ચેર પર્સન કલ્પાબેન સોલંકીએ તમામ ઝોનમાં લહણી વિતરણ કરીને વહીવટનું ઉત્તમ ઉદાહરણઆપેલ છે. ઉપપ્રમુખ વીતેન્દ્રભાઈ પાટીલ અને સેક્રેટરી આર.આર.પટેલે શિક્ષકોની જરૂરિયાત સમજીને સુંદર મજાની ભેંટની પસંદગી કરેલ છે તે ખરેખર વખાણવા લાયક છે. લ્હાણી વિતરણના કાર્યક્રમમાં ધબકાર વર્તમાન પત્રના તંત્રી નરેશભાઈ વરિયાએ મંડળીના વહીવટની પ્રશંસા કરેલ.
વરાછા વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય કિશોરભાઈ કાનાણીએ શુભેચ્છા સંદેશ આપેલ તેને અમે આવકારીએ છીએ. આ ઉપરાંત સુરત મહાનગર પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ કિરીટભાઈ ગુજરાતી, માનવતાની મહેક સેવા ટ્રસ્ટના પ્રમુખ લક્ષ્મણભાઈ મોરડીયા, એચ ટાટ સંઘના પ્રમુખ હિતેશભાઈ દુધાત, ધીરુભાઈ અવૈયા, શબ્દ સારથી જીતુભાઈ મકવાણા પૂર્વ ચેરમેન અનિલભાઈ પટેલ, સ્નેહલબેન પટેલ. શિક્ષક મંડળના પ્રમુખ રાહુલભાઈ શાળાના આચાર્યશ્રી ઓ અને શિક્ષક ભાઈ બહેનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેલ. આ કાર્યક્રમને સફળ બનાવવા મંડળીના ડિરેક્ટર મહાવીર સિંહ ચૌહાણ, જયંતભાઈ રાવ, કનુભાઈ ધામેલીયા, રવિન્દ્ર બોરસે, નંદુભાઈ પાટીલ, અજયભાઈ રાજપુત, સુશાંતભાઈ સાસમલ, મિતલબેન દેસાઈ સહ સેક્રેટરી અંકિત કેવડીયા, નીરજભાઈ રાજપુત સુંદર મજાની વિતરણ વ્યવસ્થાના ભાગીદાર બનેલ.


