- જિલ્લા ચૂંટણી અધિકારીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ
- ચૂંટણીકાર્ડ ન હોય તો ઓનલાઈન ડાઉનલોડ કરી પ્રિન્ટ કઢાવીને મતદાન કરી શકાશે
- મતદાન હેલ્પલાઈન નં.1950 પર ફોન કરીને ફરિયાદ કરી શકે છે
પાટણ જિલ્લામાં વધુને વધુ મતદાન થાય તે સુનિશ્ચીત કરતા જિલ્લા વહિવટીતંત્ર દ્વારા પૂરજોશમાં કામગીરી કરવામાં આવી રહી છે. મતદાનના દિવસે કોઈપણ મતદારને મુશ્કેલી ન પડે તે માટે પણ પૂરતી વ્યવસ્થા વહિવટીતંત્ર દ્વારા કરવામાં આવી છે. પત્રકાર પરિષદમાં જિલ્લા ચૂંટણી અધિકારીએ પત્રકારોને મતદાન માટે ઓળખના પુરવાઓની વાત કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે, મતદાનનો સમયે સવારે 7થી સાંજે 6 વાગ્યા સુધીનો રહેશે. તેમજ જો મતદાર પાસે ચૂંટણીકાર્ડ ન હોય તો તેઓ ઓનલાઈન ડાઉનલોડ કરી તેની પ્રિન્ટ કઢાવીને પણ મતદાન કરી શકે છે. આ સિવાયના 12 પુરાવાઓ પણ માન્ય રહેશે. વધુમાં જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે, મતદાનના દિવસે સવેતન રજા પણ આપવામાં આવશે. જો આ બાબતે કોઈપણ જાતની મુશ્કેલી હોય તો મતદાન હેલ્પલાઈન નં.1950 પર ફોન કરીને ફરિયાદ કરી શકે છે. મતદાન મથક પરની તમામ સુવિધાઓથી તેમજ હાલમાં હીટવેવ વચ્ચે મતદાનો માટે મતદાન મથક પર કરવામાં આવેલી વિશેષ સુવિધાઓથી પત્રકારોને અવતન કરવામાં આવ્યા હતા. જિલ્લા ચૂંટણી અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, વિવિધ રેસ્ટોરન્ટ, દવાની દુકાનો વગેરે જગ્યાઓ પર જઈને મતદાર જો મતદાન કર્યાની બ્લુ ઈંકનું નિશાન બતાવશે તો તેઓ માટે ડિસ્કાઉન્ટની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.


