- વર્લ્ડકપની મેચ બાદ થઈ શકે છે ફોટો સેશન
- રિવરફ્રન્ટ પર થઈ શકે છે ફોટો સેશન
- બંને ટીમનાં કેપ્ટનનું થઈ શકે છે ફોટો સેશન
વર્લ્ડકપ 2023ની ફાઇનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે.મદાવાદમાં રમાનારી આ મેચ માટે લગભગ તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. ટીમ ઈન્ડિયા અમદાવાદ પહોંચી ગઈ છે.ઓસ્ટ્રેલિયાની ટીમનું આજે અમદાવાદમાં આગમન થશે. આ મેચ જોવા માટે સેલિબ્રિટી, પૂર્વ દિગ્ગજ ક્રિકેટરો સહિત અનેક રાજનેતાઓ સ્ટેડિયમમાં પધારશે.આ મેચને ભવ્ય બનાવવા માટે તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે.
વર્લ્ડકપની મેચ બાદ થઈ શકે છે ફોટો સેશન
વર્લ્ડકપ 2023ની ફાઇનલ મેચ બાદ ટીમ મેનેજમેન્ટ ફોટો સેશનની વિચારણા કરી રહ્યું છે. આ ફોટો સેશન રિવરફ્રન્ટ પર થઈ શકે છે. આ ફોટો સેશનમાં બંને ટીમના કેપ્ટન હાજર રહેશે.ઉલ્લેખનીય છે કે, વર્લ્ડકપની શરૂઆત પહેલા વર્લ્ડકપમાં ભાગ લઇ રહેલી 10 ટીમોના કેપ્ટનનું ફોટો સેશન રાખવામાં આવ્યું હતું. આ ફોટો સેશન અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કરવામાં આવ્યું હતું. જેમાં 10 ટીમના કેપ્ટને ટ્રોફી સાથે ફોટોશૂટ કરાવ્યો હતો.
ફાઈનલ મેચ માટે ભારતીય ટીમના પૂર્વ કેપ્ટનોને અપાયુ આમંત્રણ
ભારત અને ઓસ્ટ્રેલિયાની ફાઇનલ મેચ માટે ભારતીય ટીમના પૂર્વ કેપ્ટનોને આમંત્રણ અપાયુ છે.જેમાં પિલ દેવ, એમએસ ધોની, વિરેન્દ્ર સેહવાગ, સચિન તેડુંલકર સહિતના દિગ્ગજ ક્રિકેટરો હાજરી આપશે. આ ઉપરાંત સેલિબ્રિટી, પૂર્વ દિગ્ગજ ક્રિકેટરો સહિત અનેક રાજનેતાઓ પણ સ્ટેડિયમમાં મેચ નિહાળવા પધારશે.
અમેરિકન પોપ સિંગર દુઆ લિપા પરફોર્મન્સ કરશે
અમેરિકન પોપ સિંગર દુઆ લિપા અને ખલાસી ફેમ ગુજરાતી સિંગર આદિત્ય ગઢવી ક્લોઝિંગ સેરેમનીમાં પરફોર્મન્સ કરશે.મ્યુઝિક કમ્પોઝર અને સિંગર પ્રિતમ ચક્રબોર્તી, અમિતાભ બચ્ચન, રજનીકાંત, વેન્કટેસ, નાગાર્જૂન અને રામચરણને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.દુઆ લિપા માત્ર 28 વર્ષની છે પરંતુ દુનિયાભરમાં તેના ફેન ફોલોઈંગ છે. તેણીએ મોટી ફૂટબોલ ટુર્નામેન્ટના ઓપનિંગ સેરેમનીમાં સ્ટેજ સંભાળ્યું હતું. આ પહેલીવાર હશે જ્યારે તે ક્રિકેટ ઈવેન્ટમાં પરફોર્મ કરશે. લોકો આ દિવસની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.


