- પંચમહાલ જિલ્લામાં સવારથી વાતાવરણમાં પલટો
- વરસાદ આવતા લગ્નનો મંડપ પલળ્યો
- શહેરીજનોને ચોમાસાની ઋતુ જેવો અહેસાસ
પંચમહાલના અનેક લગ્નોમાં કમોસમી વરસાદ વિઘ્ન બન્યો છે. ખુલ્લા પાર્ટી પ્લોટમાં યોજાયેલા લગ્નો બગડયાછે. લગ્નની સિઝન હોવાથી અનેક પાર્ટી પ્લોટમાં લગ્નનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેના પગલે અનેક લગ્નોમાં માવઠાએ લગ્નની મજા બગાડી છે. ત્યારે પંચમહાલમાં પણ કઈંક આવુ જ થયુ કે,અચાનક વરસાદ આવતા લગ્નનો મંડળ પલળી ગયો છે,જેના કારણે લગ્નની મજા બગડી.
કયાં બગાડી લગ્નમાં મજા
કમોસમી વરસાદે ખેડૂતોના પાકને તો નુકસાન પહોંચાડયું છે સાથે સાથે,જેમના ઘરે લગ્ન પ્રસંગ છે તેમને પણ વરસાદ નડયો હતો,આજે સવારે રાજકોટના કાલાવડ રોડ પર એક સોસાયટીમાં યોજાયેલા લગ્નનો મંડપ ધરાશાયી થવાની ઘટના બની હતી.


