- ઇઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધે વેતર્યો વિનાશ
- બંને તરફથી 9000થી વધુ લોકો મોતને ભેટ્યા
- અન્ન-જળ, દવા અને વીજળી વગર વલખા
ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ અટકી રહ્યું નથી. યુદ્ધમાં અત્યાર સુધી બંને તરફથી 9000થી વધુ લોકો માર્યા ગયા છે. આ દરમિયાન પેલેસ્ટાઈનમાં સંયુક્ત રાષ્ટ્રની એજન્સીના ડાયરેક્ટર થોમસ વ્હાઈટે કહ્યું છે કે, યુદ્ધના કારણે ગાઝામાં ભૂખમરાની સ્થિતિ સર્જાઈ છે અને ખાવા-પીવા માટે લોકો વલખા મારી રહ્યા છે.
ઇઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધે વેતર્યો વિનાશ
ગાઝામાં એક સરેરાશ પેલેસ્ટિનિયન નાગરિક બ્રેડ પર જીવવા મજબૂર બન્યા છે. યુદ્ધની સ્થિતિ એટલી હદ પર ખરાબ છે કે નાગરિકો અન્ન-જળ, દવા અને વીજળી વગર વલખા મારવાનો વારો આવ્યો છે. થોમસ વ્હાઇટે કહ્યું કે તેણે છેલ્લા કેટલાક અઠવાડિયામાં ગાઝાની યાત્રા કરી હતી. તેણે આ સ્થળને ‘મૃત્યુ અને વિનાશનું દ્રશ્ય’ ગણાવ્યું. “હવે કોઈ સ્થાન સુરક્ષિત નથી અને લોકો તેમના જીવન, તેમના ભવિષ્ય અને તેમના પરિવારોની આજીવિકાથી ડરે છે
1.7 મિલિયન લોકોને બ્રેડ પહોંચાડવામાં આવી
વ્હાઇટે ગાઝાથી વિડિયો બ્રીફિંગ દરમિયાન UNના 193 સભ્ય દેશોના રાજદ્વારીઓને જણાવ્યું હતું કે યુએન પેલેસ્ટિનિયન રેફ્યુજી એજન્સીએ 1.7 મિલિયન લોકોને બ્રેડ પહોંચાડવા માટે ગાઝામાં લગભગ 89 બેકરીઓને સમર્થન આપી રહી છે. તે જ સમયે, પેલેસ્ટિનિયન પ્રદેશ માટે યુએન માનવતાવાદી સંયોજક લીન હેસ્ટિંગ્સે જણાવ્યું હતું કે ઇઝરાયેલની ત્રણ પાણી પુરવઠા લાઇનમાંથી માત્ર એક જ કાર્યરત છે. જેના કારણે અનેક લોકોને ખારું પાણી પીવાની ફરજ પડી રહી છે.
ઈંધણની અછત સર્જાઇ
UNના અન્ય એક અધિકારી માર્ટિન ગ્રિફિથ્સે કહ્યું છે કે, ગાઝામાં હોસ્પિટલોના કામકાજની સાથે પાણી અને વીજળી માટે પણ ઈંધણની જરૂર છે. હેસ્ટિંગ્સે જણાવ્યું હતું કે હોસ્પિટલો, વોટર પ્લાન્ટ્સ, ખાદ્ય ઉત્પાદન સુવિધાઓ અને અન્ય આવશ્યક સેવાઓને ચાલુ રાખવા માટે જરૂરી બેકઅપ જનરેટર ઇંધણના પુરવઠાના અભાવે એક પછી એક બંધ થઈ રહ્યા છે. યુદ્ધની સ્થિતિ એટલી ખરાબ છે કે લોકો ભૂખ્યા અને તરસ્યા ભટકવા માટે મજબૂર બન્યા છે.


