- અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓના મોત અને હુમલાને લઈ વ્હાઈટ હાઉસ ચિંતિંત
- વ્હાઈટ હાઉસમાં પ્રેસ કોન્ફરન્સ સંબોધી અપાયું આશ્વાસન
- બાઈડેન તંત્ર પગલાં લઈ રહ્યું છે : જોન કિર્બી
અમેરિકામાં તાજેતરના દિવસોમાં ભારતીય વિદ્યાર્થીઓ પર થતા સતત હુમલા અને મોતને લઈ હવે આ મુદ્દે વ્હાઈટ હાઉસે પ્રતિક્રિયા આપી છે. વ્હાઈટ હાઉસે અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓ પર થઈ રહેલા હુમલાને વખોડયા હતા. અને કહ્યું કે અહીં જાતિ, લિંગ અથવા અન્ય કોઈ આધાર પર હિંસાને કોઈ સ્થાન નથી.
બાઈડેન તંત્ર પગલાં લઈ રહ્યું છે : જોન કિર્બી
વ્હાઈટ હાઉસના રાષ્ટ્રીય સુરક્ષા પ્રવક્તા જોન કિર્બીએ ગુરુવારે સાંજે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન અને તેમની વહીવટી તંત્ર સતત ભારતીય વિદ્યાર્થીઓ પર થઈ રહેલા હુમલા રોકવાનો પ્રયાસ કરી રહ્યું છે અને આને અટકાવવા માટે સતત કામ કરી રહ્યું છે.
ભારતીયો પર હુમલા અસ્વીકાર્ય
જ્યારે ભારતીય વિદ્યાર્થીઓ પર તાજેતરમાં હુમલા અને માતા-પિતા પોતાના બાળકોને અમેરિકા મોકલવાની ચિંતા અંગેના સવાલના જવાબમાં તેમણે જણાવ્યું કે હિંસા માટે કોઈ બહાનું નથી. જાતિ, લિંગ, ધર્મ અથવા કોઈ અન્ય કારણ પર આધારિત છે. જે અહીં બિલ્કુલ અસ્વીકાર્ય છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન અને વહીવટી તંત્ર આને રોકવા માટે સતત પગલાં લઈ રહ્યું છે.
રાજય અને સ્થાનિક અધિકારી એકસાથે મળીને કામ કરશે
તેમણે જણાવ્યું હતું કે, ભારતીય વિદ્યાર્થીઓ પર થઈ રહેલા હુમલાને ઓછા કરવા અમે રાજ્ય અને સ્થાનિક અધિકારીઓને સાથે મળી આ પ્રકારથી હુમલાને નિષ્ફળ કરવાનો પ્રયાસ કરીશું. ઉલ્લેખનીય છે કે વ્હાઈટ હાઉસનું આ નિવેદન અમેરિકામાં ભારતીયો અને ભારતીય-અમેરિકીઓ પર હુમલામાં વધારો થવાની વચ્ચે આવ્યું છે.


