- વડોદરાની મહિલા સ્કાય ડ્રાઇવર શ્વેતા પરમારે બેનર ફરકાવ્યું
- શ્વેતા સ્કાય ડાયવિંગ ધરાવતા ગુજરાતના પહેલા મહિલા
- શ્વેતાએ થાઈલેન્ડમાં તેના માટે ટ્રેનિંગ પણ લીધી હતી
વડોદરામાં રામ મંદિરના લઈને પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ વચ્ચે આકાશમાં 13000 ફૂટની ઊંચાઈએ ‘જય શ્રી રામ’ લખેલું બેનર ફરકાવાયું હોવાનો વીડિયો સામે આવ્યો છે. વડોદરાના મહિલા સ્કાય ડ્રાઇવર શ્વેતા પરમારે સ્કાય ડાઇવિંગનું કરી જય શ્રી રામનું બેનર ફરકાવ્યું છે.
આ અંગેની માહિતી અનુસાર, આકાશમાં રામ નામનો ધ્વજ લહેરાવવા માટે મહિલાએ દિવાળીના દિવસોથી પ્લાન બનાવીને એક મહિના જેટલી તાલીમ લીધી હતી. ગુજરાતની પ્રથમ સિવિલિયન મહિલા સ્કાય ડાઈવર શ્વેતા પરમારે થાઇલેન્ડમાં 13,000 ફૂટની ઊંચાઈએ પ્લેનમાંથી જંપ મારીને જય શ્રીરામ લખેલું બેનર ફરકાવ્યું છે.
અયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ યોજવાનો હોવાથી જય શ્રી રામ લખેલા બેનરને આકાશમાં ફરકાવ્યું છે. અત્યાર સુધીમાં શ્વેતા પરમાર દ્વારા 297 વખત આકાશ માંથી સ્કાય ડાઈવીંગ કરી ચૂક્યા છે. શ્વેતા પરમાર સ્કાય ડાયવિંગ ધરાવતા ગુજરાતના પહેલા મહિલા નાગરિક છે.
ખાસ વાત એ છેકે વડોદરાના મકરપુરા વિસ્તારમાં રહેતી શ્વેતા પરમાર અલગ અલગ એરક્રાફ્ટમાંથી અત્યાર સુધીમાં 297 વખત સ્કાય ડાઈવિંગ કરી ચુકી છે. આ ઉપરાંત અન્ય લોકોને પણ આ સ્કાય ડાઈવિંગમાં રસ પડે તે માટે તેમણે સ્કાય ડાઈવ ઇન્ડિયા નામથી અભિયાન શરૂ કર્યું છે અને જેમાં બીજા લોકોને પણ તેમણે સ્કાય ડાઈવિંગ માટે પ્રેરિત કર્યા છે. તેઓએ અત્યાર સુધી તેમના અભિયાનમાં 21 લોકોને જોડ્યા છે અને તેમની આ સફર યથાવત છે.


