આજના સમયમાં AI ટેક્નોલોજી ખૂબ જ ઝડપથી વિકસી રહી છે. AI સાથે સાથે ઓનલાઇન ગેમિંગ, આગાહી બજારો અને ડિજિટલ પ્લેટફોર્મ્સનો પણ ભારે વિકાસ થયો છે. આ બદલાવના કારણે દુનિયામાં 30 વર્ષથી ઓછી ઉંમરના સેલ્ફ-મેડ અબજોપતિઓની સંખ્યા વધીને 13 થઈ ગઈ છે. એક અહેવાલ મુજબ, આ અત્યાર સુધીની સૌથી યુવા સેલ્ફ-મેડ અબજોપતિઓની યાદી છે.
AIને તકમાં ફેરવી
જ્યારે ઘણા લોકો AIના કારણે નોકરીઓ જવાની ચિંતા કરી રહ્યા છે, ત્યારે કેટલાક યુવાનો AIને તકમાં ફેરવી રહ્યા છે. નવેમ્બર-ડિસેમ્બર 2025 દરમિયાન જ 7 નવા યુવા અબજોપતિઓ આ યાદીમાં જોડાયા, જે ટેક્નોલોજીની ઝડપ દર્શાવે છે.
ત્રણ 22 વર્ષીય અબજોપતિ
આ યાદીમાં સૌથી ખાસ વાત એ છે કે ત્રણ 22 વર્ષીય સહ-સ્થાપકો વિશ્વના સૌથી યુવા સ્વ-નિર્મિત અબજોપતિ બન્યા છે. અહેવાલ અનુસાર, AI સ્ટાર્ટઅપ “મર્સર”ના બ્રેન્ડન ફૂડી CEO છે, જ્યારે ભારતીય-અમેરિકન મિધા ચેરમેન અને ભારતીય-અમેરિકન હિરેમથ ચીફ ટેકનોલોજી ઓફિસર છે. આ ટીમ AI મોડેલને તાલીમ આપવા માટે ઉપયોગમાં લેવાતા ડેટાને લેબલ કરવાની કામગીરી કરે છે.
ભારતીઓ પણ આ યાદીમાં
બે ભારતીયો આ યાદીમાં સૌથી યુવા અબજોપતિઓમાં સામેલ હોવું ગર્વની વાત છે. તેમની સફળતા બતાવે છે કે AI ડેટા લેબલિંગ, કોડિંગ ટૂલ્સ અને આગાહી બજારો જેવા નવા ક્ષેત્રો યુવાનોને ખૂબ ઓછી ઉંમરે મોટી સફળતા અપાવી શકે છે. નિષ્ણાતોનું માનવું છે કે જો AI અને ક્રિપ્ટોની તેજી ચાલુ રહી, તો 2026 સુધીમાં આવા યુવા અબજોપતિઓની સંખ્યા હજી વધશ
આ પણ વાંચો : Business:ઓક્ટોબરમાં FDIનો 1.55 અબજ ડોલરનો ચોખ્ખો આઉટફ્લો : SBI


