- મંદિરની લોવર પ્લિન્થ પર આઈકોનોગ્રાફીની કામગીરી પણ શરૂ કરી દેવાશે : ટેમ્પ ટ્રસ્ટ
- બે દિવસની બેઠકમાં શ્રદ્ધાળુઓ માટેની સુવિધાને ઝડપથી પૂર્ણ કરવાની યોજના
- રામમંદિરના બીજા ફ્લોરનાં બાંધકામની યોજના કરવામાં આવશે
અયોધ્યા રામમંદિર બાંધકામ કમિટીના ચેરમેન નૃપેન્દ્ર મિશ્રાએ જણાવ્યું હતું કે રામજન્મભૂમિ ટેમ્પલના પહેલા અને બીજા માળ પર ભગવાન રામના દરબાર માટેનું કામ તત્કાળ શરૂ કરવામાં આવશે. ગત 22 જાન્યુઆરીએ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ બાદ અયોધ્યા રામમંદિર બાંધકામ કમિટીની બે દિવસની બેઠકના પહેલાં દિવસે મિશ્રાએ જણાવ્યું હતું કે રાજા રામના દરબારની કામગીરી હવે શરૂ કરી દેવાશે. નોંધનીય છે કે રામમંદિરના બાંધકામ માટે અયોધ્યા રામમંદિર બાંધકામ કમિટીની રચના કરવામાં આવી છે. મંદિર બાંધકામ કમિટીના ચેરમેને જણાવ્યું હતું કે પ્રાણપ્રતિષ્ઠા સમારોહ બાદ ફરી એકવાર બાંધકામ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે પરકોટાની કામગીરી પૂર્ણ થશે, 795 મીટરની પરિક્રમા દીવાલની કામગીરી પૂર્ણ થશે. તેમણે ઉમેર્યું હતું કે આ ઉપરાંત મંદિરની લોવર પ્લિન્થ પર આઈકોનોગ્રાફીની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવશે. મિશ્રાએ શનિવારે મંદિરની મુલાકાત લીધી હતી. નોંધનીય છે કે, બે દિવસની બેઠકમાં શ્રદ્ધાળુઓ માટેની સુવિધાને ઝડપથી પૂર્ણ કરવાની અને રામમંદિરના બીજા ફ્લોરનાં બાંધકામની યોજના કરવામાં આવશે.


