- સરકારે ગઈકાલે કરેલી કામગીરીનો રિપોર્ટ સોંપ્યો
- મ્યુનિ.ના રિપોર્ટમાં 4671 ઢોર પકડયાનો દાવો
- ટેગિંગ અને દંડની કાર્યવાહી ચાલુ હોવાનો ઉલ્લેખ
અમદાવાદમાં ખરાબ રસ્તા મામલે કે રખડતાં ઢોરના મુદ્દે તેમજ વધતાં ટ્રાફિકની સમસ્યા પર ગુજારત હાઇકોર્ટે ટકોર કરી છે. સોમવારે સરકાર તરફથી એફિડેવિટ પર હાઇકોર્ટમાં રજુ કરવામાં આવી જેના પર કોર્ટે ટકોર કરતાં કહ્યું કે, કામગીરી માત્ર કાગળ પર ન રહે તે પણ જરૂરી છે. તેની સાથે જ કોર્ટે કહ્યું કે, દિવાળીમાં રોડની સાથે ટ્રાફિક ન વધે તેનું ધ્યાન રાખો.
છેલ્લા થોડાં સમયથી હાઇકોર્ટ દ્વારા રોડ,ઢોર અને ટ્રાફિકની સમસ્યાઓને લઈને તાત્કાલિક સુનાવણી ચાલી રહી છે. આ દરમિયાન હાઇકોર્ટ દ્વારા અમદાવાદ મનપા અને અમદાવાદ પોલીસની કામગીરી પર સવાલો ઊભા કર્યા હતા. જેમાં હાઇકોર્ટે ઢોરની સમસ્યાઓ પર વધારે ધ્યાન આપો. જનતાની સમસ્યા એ સરકારની મોટી જવાબદારી છે.
સરકારે ગઈકાલે કરેલી કામગીરીનો રિપોર્ટ સોંપ્યો છે. જેમાં મ્યુનિ.ના રિપોર્ટમાં 4671 ઢોર પકડયાનો દાવો કરવામાં આવ્યો છે. તેમજ ટેગિંગ અને દંડની કાર્યવાહી ચાલુ હોવાનો ઉલ્લેખ કર્યો હતો. જેની સાથે જ 7 ઝોનમાં રોડ રિપેરિંગની કામગીરીમાં કરાઈ હોવાની વિગતો સામે આવી છે. તો રોડ રિપેરિંગ માટે 29380 મેટ્રિક ટન ડામરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. રોડ પર પાર્ક કરેલા 800થી વધુ વાહનો ટોઇંગ કરવામાં આવ્યો છે.
અમદાવાદ કોર્પોરેશન હસ્તકના પ્લોટમાંથી 1241 દબાણો દૂર કરવામાં આવ્યો છે. દબાણો કરતા લોકો સામે 5800 કેસ કર્યા હોવાની વિગત AMC દ્વારા આપવામાં આવી છે. જેના પર અમદાવાદ મનપા અને પોલીસ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેમજ કોર્ટ દ્વારા પણ સતત આ મામલે દિશાનિર્દેશ આપવામાં આવી રહ્યા છે.


