- વિશ્વ મીડિયામાં અયોધ્યામાં રામ મંદિર ઉદઘાટનની વિશેષ નોંધ લેવાઈ
- પાકિસ્તાનના અખબારોમાં રામ મંદિરને લઈ વિરોધી લખાણ લખાયા
- નેપાળના અખબારે લોકતંત્રનો હવાલો આપ્યો
અયોધ્યા ધામમાં ભવ્ય રામ મંદિરમાં રામ લલાની પ્રાણ પ્રતિષ્ઠા સંપૂર્ણ વિધિવિધાન પૂર્વક પૂર્ણ થઈ ચૂકી છે. આનું અનુષ્ઠાન વડાપ્રધાન મોદી અને યુપીના સીએમ યોગી આદિત્યનાથની હાજરીમાં સંપન્ન થયું હતું. આ કાર્યક્રમ બપોરે 12 વાગ્યાને પાંચ મિનિટે શરૂ થયો હતો.
અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનું ગૂંજ સમગ્ર દેશ-દુનિયામાં છે લોકો આને દિવાળીની જેમ ઉજવણી કરી રહ્યા છે. ભારતની સાથે વિદેશોમાં પણ ચર્ચા વિશેષ છે. પાકિસ્તાની અખબારે આને લઈ લખ્યું કે, બાબરી મસ્જિદ પાડીને બનાવવામાં આવેલા રામ મંદિરમાં આજે પીએમ મોદી પ્રાણ પ્રતિષ્ઠા કરવા જઈ રહ્યા છે.
પાકિસ્તાની અખબારનો અભિપ્રાય
પાકિસ્તાનના પ્રમુખ અખબાર ‘ધ ડોને’ એક ઓપિનિયન લેખ પ્રકાશિત કર્યો છે. જેમાં લખ્યું છે કે, ”જયાં પહેલા પાંચ સદી જૂની બાબરી મસ્જિદ હતી હવે ત્યાં રામ મંદિર બની રહ્યું છે. રામ મંદિરની ચારેબાજુ વેટિકન સિટી જેવું શહેર બનવા તૈયાર છે. લેખમાં આગળ લખ્યું છે કે નવા ભારતમાં હવે ધાર્મિક સાંપ્રદાયિકતા ઘૃણાની જેમ માનવામાં નથી આવતી.”
પાકિસ્તાની અખબાર ‘પાકિસ્તાન ટુડે’ લખ્યું કે, ”સોમવારે વિશાળ મંદિરનું ઉદઘાટન કરાશે. જેમાં લાખો ભારતીયો રામનું જન્મસ્થાન માને છે. મંદિરનું નિર્માણ છેલ્લા 35 વર્ષથી થઈ રહ્યું છે. મોદીની રાષ્ટ્રવાદી પાર્ટીએ મંદિર નિર્માણનો વાયદો કર્યો હતો અને આ તેમના માટે એક રાજનીતિક મુદ્દો રહ્યો છે.”
અખબારે આગળ લખ્યું કે, ”હિંદુ સમૂહ અયોધ્યામાં ઉદઘાટન સમારોહને મે મહિનામં યોજાનાર જનરલ ચૂંટણી માટે ચૂંટણી અભિયાનની શરૂઆત છે. દાયકાઓ સુધી મંદિર સ્થળ વિવાદનું કેન્દ્ર રહ્યું કારણ કે હિંદુ અને મુસ્લિમ બંને પક્ષે આની પર દાવો કર્યો. 1992માં હિંદુઓએ 16મી સદીમાં બનેલી બાબરી મસ્જિદ તોડી નાખી હતી. ભારતના બહુમતીઓનું કહેવું છે કે આ સ્થાન ભગવાન રામનું જન્મસ્થાન છે. અને 1528માં મુસ્લિમ મોગલોએ મંદિર તોડી બાબરી મસ્જિદ બનાવી દીધી હતી. 2019માં સુપ્રીમ કોર્ટે જમીન હિંદુઓને સોંપી દીધી અને મુસ્લિમોને અલગ પ્લોટ આપવા આદેશ કર્યો હતો.”
રામ મંદિરની વિશાળતાનો ઉલ્લેખ કરતા પાકિસ્તાની અખબારે લખ્યું કે, ”મંદિર 2.67 એકરમાં બનાવવામાં આવ્યું છે જેનું પરિસર 70 એકરમાં ફેલાયેલું છે. આ મંદિર સંપૂર્ણ તૈયાર થતા ડિસેમ્બર 2025 થશે. અનુમાન છે કે આ મંદિર બનાવતા 15 અબજ રૂપિયાનો ખર્ચ થશે.”
ઈસ્લામિક દેશ કતરની ટીવી ચેનલ ‘અલઝઝીરા’એ શું કહ્યું ?
કતારમાં આવેલી ટીવી નેટવર્ક ‘અલ ઝઝીરા’એ એક ઓપિનિયન લેખ છાપ્યો છે. તેમાં લખ્યું કે ભારતની ધર્મનિરપેક્ષતા ભગવા રાજનીતિના પર્વત નીચે દબાઈ ગઈ છે. ભારતની રાજનીતિક ટિપ્પણીકાર ઈંસિયા વાહન્વતિના લખેલા લેખમાં કહેવાયું કે ધર્મનિરપેક્ષ ભારતના કોઈ વડાપ્રધાન મંદિરનું ઉદઘાટન કરવું અયોગ્ય છે. લેખમાં કહેવાયું કે બાબરી વિધ્વંસ આજે પણ લઘુમતીઓ માટે દુખદાયી છે. બાબરી વિધ્વંસ બાદ થયેલા રમખાણોમાં જે લોકો મર્યા છે આમાંના કેટલાય આજે પણ યાદ છે. રાજનીતિક વાયદા કરાયો હતો કે મસ્જિદ ફરીથી બનાવવામાં આવશે પરંતુ આવું કદી નથી થયું.
નેપાળના અખબારનું મંતવ્ય શું છે ?
નેપાળના પ્રમુખ અખબાર ‘ધ કાઠમાંડુ પોસ્ટે’ પોતાના એક રિપોર્ટમાં લખ્યું કે મંદિરના ઉદઘાટનમાં ભગવાન રામ કરતાં વધુ જે વ્યકિત લાઈમલાઈટ લઈ રહી છે તે ભારતના પીએમ મોદી છે. જે ભારતને ધર્મનિરપેક્ષ લોકતાંત્રિક ગણરાજ્યના વડાપ્રધાન છે. અખબારે આરોપ મુકતા કહ્યું કે ભારત ધર્મનિરપેક્ષતાના પોતાના સિદ્ધાંતથી ખૂબ દૂર થઈ ચૂક્યું છે. અને અયોધ્યામાં ભારતની ધર્મનિરપેક્ષતા માટીમાં મળી ગઈ છે.


