- વિકાસના પંથે આગળ વધતાં કાશ્મીરમાં થિયેટર ફેસ્ટિવલ યોજાયો
- થિયેટર ફેસ્ટિવલ 2023માં નાટ્ય અને નૃત્ય કળાની માહિતી અપાઈ
- અભિનેતા પરેશ રાવલે અભિનય કળાની બારીકાઈઓથી વાકેફ કર્યા
જમ્મુ-કાશ્મીર દિવસેને દિવસે વિકાસના પથ પર આગળ વધી રહ્યું છે. પ્રવાસન અને રોજગારીની સાથે સાથે ત્યાંના યુવાનોની કલા અને પ્રતિભાને વિકસાવવાનું કામ પણ કરવામાં આવી રહ્યું છે. આ કડીમાં, થિયેટર કલાને પ્રોત્સાહન આપવા માટે શ્રીનગરમાં થિયેટર ફેસ્ટિવલ 2023નું આયોજન કરવામાં આવ્યું હતું.
શ્રીનગર ખાતે આયોજિત થિયેટર ફેસ્ટિવલ 2023માં અનેક સ્થાનિક લોકોએ ભાગ લીધો હતો. આ દરમિયાન લોકોને નાટ્ય કલા અને નૃત્ય વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી અને નાટક મંડળ દ્વારા નાટકનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેને દર્શકોએ ખૂબ પસંદ કર્યું હતું.
આ થિયેટર ફેસ્ટિવલમાં પીઢ અભિનેતા પરેશ રાવલ પણ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા લોકો સાથે જોડાયા હતા. જમ્મુ અને કાશ્મીર (J&K) અને તેની કળાના વખાણ કરતા પરેશ રાવલે ત્યાં હાજર તમામ લોકોને અભિનય પ્રતિભા ખિલાવવા માટે બારીકાઈથી માહિતી આપી હતી. પરેશ રાવલે ઉપસ્થિત તમામને પ્રોત્સાહિત કર્યા અને અભિનય અને થિયેટર સંબંધિત તેના સારા અને ખરાબ અનુભવો પણ શેર કર્યા.