- નકલી નોટિસ ફટકારી ખેડૂતોના પુત્ર સાથે કરી છેતરપિંડી
- સસ્તામાં આઈફોન, ફ્લેટ, કારની લાલચ આપી કરી છેતરપિંડી
- બાદમાં આઇટીની નકલી નોટિસ બતાવી વધુ નાણા પડાવ્યા
રાજ્યમાં નકલીની બોલબાલા છે. જેમાં હવે ઇન્કમટેક્સની નકલી નોટિસ પણ સામે આવી છે. તેમાં નકલી નોટિસ ફટકારી ખેડૂતોના પુત્ર સાથે છેતરપિંડી કરવામાં આવી છે. સસ્તામાં આઈફોન, ફ્લેટ, કારની લાલચ આપી છેતરપિંડી કરી છે. તેમજ સસ્તામાં ખરીદીના નામે નાણાં પડાવ્યા છે.
બાદમાં આઇટીની નકલી નોટિસ બતાવી વધુ નાણાં પડાવ્યા
બાદમાં આઇટીની નકલી નોટિસ બતાવી વધુ નાણાં પડાવ્યા હતા. હર્ષ દવે નામના શખ્સ સામે મોરબીમાં ફરિયાદ નોંધાઇ છે. તેમાં મનસુખ કાવર નામના ખેડૂતે ફરિયાદ નોંધાવી છે. અગાઉ આણંદના સિકંદર રાઠોડ નામના વેપારીએ તોલમાપ માટેના વજનકાંટામાં ગોલમાલ કરી હતી. મશીન સાથે ચેડાં કરીને ખેડૂતોને છેતરવામાં આવી રહ્યા હતા. વેપારી ખેડૂત પાસેથી મગફળી ખરીદતો હતો. ખેડૂતો પાસેથી વેપારીએ છેતરપિંડી કરીને 5 કિલો વધુ મગફળી ખરીદી હતી. વેપારીએ ઈલેકટ્રીક કાંટામાં સેટિંગ કર્યું હતું.
પ્રત્યેક ગુણીમાં વેપારીએ 36 કિલો મગફળી ખરીદી
પ્રત્યેક ગુણીમાં વેપારીએ 36 કિલો મગફળી ખરીદી હતી. સાચુ વજન કરતા પ્રત્યેક ગુણીમાં 41 કિલો મગફળી નિકળી હતી. દોઢ મહિનામાં 70થી વધુ ખેડૂતો સાથે છેતરપિંડી થઈ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. તોલમાપમાં ખેડૂતો સાથે છેતરપિંડી બાદ પોલીસ સામે પણ સવાલ ઉભા થયા છે. પોલીસે વેપારી વિરુદ્ધ ફરિયાદ ન લીધાનો દાવો પણ કરવામાં આવ્યો હતો. વેપારીનો એક માણસ ઝડપાયો હતો જેને કશું ખ્યાલ ન હોવાનો દાવો કર્યો હતો.


