- MD સાથે ઝડપાયેલા ઝાકીરની સાળી જ ડ્રગ્સ સપ્લાય કરતી હતી
- આરોપી અંજુમબાનું રિઝવાન મેમનની ધરપકડ કરાઇ
- વોન્ટેડ મહિલાની ઝડપાઈ તથા અગાઉ બેની ધરપકડ કરાઈ હતી
સુરતમાં રૂ.34 લાખથી વધુના ડ્રગ્સ મુદ્દે મોટો ખુલાસો થયો છે. જેમાં MD ડ્રગ્સ સાથે ઝડપાયેલા ઝાકીરની સાળી જ ડ્રગ્સ સપ્લાય કરતી હતી. તેમજ આરોપી અંજુમબાનું રિઝવાન મેમનની ધરપકડ કરવામાં આવી છે. તેમાં વોન્ટેડ મહિલાની ઝડપાઈ છે. અગાઉ બેની ધરપકડ કરાઈ હતી.
અગાઉ સઈદ અન્સારી, ઝાકીર પટેલની ધરપકડ કરી હતી
અગાઉ સઈદ અન્સારી, ઝાકીર પટેલની ધરપકડ કરી હતી. તેમાં ભેસ્તાન આવાસમાંથી 341.650 ગ્રામ MD ડ્રગ્સ પકડાયું હતું. ત્યારે ડિંડોલી પોલીસે વોન્ટેડ મહિલા પેડલરને પકડી પાડી છે. રેડમાં આરોપી પાસેથી એક રિવોલ્વર પણ કબજે કરાઈ હતી. તાજેતરમાં સુરતમાં ક્રાઈમ બ્રાંચને મળી મોટી સફળતા મળી હતી. જેમાં રાજસ્થાન બાદ સુરત ડીંડોલી વિસ્તારમાથી એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યું હતુ. ભેસ્તાન આવાસમાં DCBએ રેડ પાડી MD ડ્રગ્સ સાથે આરોપી મોહમ્મદ સઈદ અન્સારી અને ઝાકીર અયૂબ પટેલની ધરપકડ કરી હતી. આ રેડમાં અંદાજે 300 ગ્રામ જેટલું ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે જેની અંદાજીત કિંમત 34 લાખ રૂપિયા આસપાસ થવા જાય છે. તો બહારથી એમડી ડ્રગ્સ મગાવનાર મહિલા આરોપી અંજુમવાનું રિજવાન મેમણને વોન્ટેડ જાહેર કરી હતી.
અમદાવાદમાં પણ ઝડપાયું ડ્રગ્સ
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે છારોડી પાસેથી એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચે 2 આરોપી પાસે 594 ગ્રામ 800 મિલિગ્રામ જથ્થો ઝડપ્યો હતો. ઝડપાયેલ એમડી ડ્રગ્સની કિંમત રૂ. 59 લાખ 48 હજાર થવા જાય છે. આ ડ્રગ્સ પાલનપુરથી અમદાવાદ લાવવામાં આવ્યું હતું.
પોરબંદર કોસ્ટલ વિસ્તારમાંથી માદક પદાર્થ મળી આવ્યો
પોરબંદર કોસ્ટલ વિસ્તારમાંથી માદક પદાર્થ મળી આવ્યો હતો. લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને એસ.ઓ.જી.ની ટીમે સંયુક્ત બાતમી આધારે ચેકીંગ હાથ ધર્યું હતું. મોચા ગામેથી પાંચ કિલો ચરસનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ચરસની સાથે ચાર શખ્સોની સઘન પૂછપરછ શરૂ કરી હતી. આ માદક પદાર્થ ક્યાંથી આવ્યો? કોણ લાવ્યું? કોને આપવાનો હતો તમામ તપાસ શરૂ કરવામાં આવી હતી.